સિલ્હટ(બાંગ્લાદેશ): એશિયા કપ 2022ની પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને થાઈલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની મેચમાં ભારતે 74 રનથી મેચ જીતી હતી. થાઈલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.(Indian Women vs Thailand Women ) ભારતે થાઈલેન્ડની ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો છે, જેના જવાબમાં થાઈલેન્ડની ટીમ 9 વિકેટના નુકસાને 74 રન જ બનાવી શકી હતી. દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી હતી.
28 બોલમાં 5 ચોગ્ગા:આ સેમીફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા અને થાઈલેન્ડની ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શેફાલી વર્માએ 28 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા અને મંધાના 13 રન બનાવીને આઉટ થઈ ગઈ. ભારતીય બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સે 26 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ સિવાય હરમનપ્રીત કૌર 30 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં પૂજા વસ્ત્રાકરે 13 બોલમાં 17 રન ફટકાર્યા હતા.