દુબઈઃદુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું હતું(Sri Lanka beat Pakistan in Asia cup). શ્રીલંકા તરફથી ભાનુકાએ અણનમ 71 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આ પહેલા 1986, 1997, 2004, 2008 અને 2014માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો(SL won title for sixth time in Asia Cup).
પાકને મળી ધોબી પછાડ શ્રીલંકાએ રવિવારે એશિયા કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું અને એશિયાની ચેમ્પિયન ટીમ બની છે(Asia Cup 2022 Final Match Sri Lanka vs Pakistan). આ મેચમાં પાકિસ્તાની ટીમ છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને શ્રીલંકાએ 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. શ્રીલંકાની બોલિંગના કારણે મોહમ્મદ રિઝવાનની 49 બોલમાં 55 રનની ઈનિંગ્સ ધોવાઈ ગઈ હતી. પ્રમોદ મદુષણ (4 વિકેટ) અને વનિન્દુ હસરંગા (3 વિકેટ)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું.