શારજાહઃએશિયા કપમાં (Asia cup 2022) મંગળવારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20 મેચ (Afghanistan vs Bangladesh T20 Match) રમાઇ હતી.બાંગ્લાદેશના કપ્તાને ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી.આખી ટીમે 128 રન બનાવ્યા હતા,જેના જવાબમાં અફઘાનિસ્તાન ટીમે સ્કોરનો પીછો કરતા 9 બોલ બાકી રહેતા જીત મેળવી (Won the match)હતી. અફઘાન સ્પીનર મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાનના જાદુ બાદ અફઘાનિસ્તાનના નજીબુલ્લાહ 17 બોલમાં અણનમ 43 રન અને ઇબ્રાહિમ 41 બોલમાં અણનમ 42 રન વચ્ચે ચોથી વિકેટમાં 69 રનની ભાગીદારી નોંધાવી, જેણે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેન ઓફ ધ મેચ સ્પિનર મુજીબે 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જેથી બાંગ્લાદેશની ટીમ સાત વિકેટે 127 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી મોસાદ્દેક હુસૈન 31બોલમાં 48 રન બનાવી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રમી હતી જ્યારે મહમુદુલ્લાહ 25 રન બનાવી બાંગ્લાદેશને પડકારજનક સ્કોર સુધી લઈ જવામાં ઉપયોગી યોગદાન આપ્યું હતું.