નવી દિલ્હી : બુરારી વિસ્તારના ઉત્તરાખંડ એન્ક્લેવમાં ત્રણ દિવસમાં એક જ પરિવારના બે લોકોએ જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, 58 વર્ષીય શ્યામલાલ ઉત્તરાખંડ એન્ક્લેવમાં છેલ્લા 20 વર્ષથી રહેતા હતા. તેઓ PCRના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ASI તરીકે તૈનાત હતા. પરિવારમાં પત્ની, બે પુત્ર-પુત્રવધૂ અને એક પૌત્ર છે. બંને પુત્રો સચિન અને સંદીપ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
મોટા પુત્રની આત્મહત્યા : શ્યામલાલના મોટા પુત્ર સચિનની કોઈ કારણસર નોકરી છૂટી ગઈ અને ત્યારથી તે ઘરે રહેવા લાગ્યો. તે થોડા દિવસોથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.. આ દરમિયાન સચિને 17 જૂને પોતાને ફાંસી લગાવી મૃત્યુ વ્હાલુ કર્યુ હતુ. સચિન નોકરી છોડ્યા બાદથી ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો અને આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પરિણીત હતો. તેની એક નાની છોકરી પણ છે. યુવાન પુત્રના મૃત્યુથી શ્યામલાલ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પુત્રના મૃત્યુ પછી શ્યામલાલ સાવ ભાંગી પડ્યા હતા.
પુત્રના રૂમમાં કરી આત્મહત્યા : સંબંધીઓએ જણાવ્યું કે, તેઓની હાલત જોઈને તેમને એકલા રહેવા દેતા નહોતા. પરંતુ પરિવારથી બચવાનો મોકો મળતાં શ્યામલાલે રૂમમાં પહોંચ્યા હતા. તે જ રુમમાં તેમના પુત્ર સચિને ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃત્યુના ત્રણ દિવસ બાદ તે જ રુમમાં શ્યામલાલે ખુદ પણ આત્મહત્યા કરી લીધી. જ્યારે પડોશમાં રહેતા વ્યક્તિએ શ્યામલાલને ફાંસીથી લટકતો જોયો ત્યારે પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી.
ASI હતા શ્યામલાલ : આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો. બુરારી SHO અને અન્ય પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ત્યારબાદ કાર્યવાહી બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, શ્યામલાલ ઉત્તર પ્રદેશના બરોદ પાસેના મંગરૌલી ગામના રહેવાસી હતા અને દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા.
- Surat News : સુરતમાં ખાખી પાછળ ધબકતું હૃદય, નિરાધાર બાળકીની પોલીસ કર્મીઓ કરી રહ્યા છે સંભાળ
- Kutch News : કાળજામાં કાણું હોવાથી જન્મદાતાએ બાળકને તરછોડ્યું, અમેરિકન દંપતિએ દત્તક લીધુ