નવી દિલ્હી : કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ડીપફેકને લોકશાહી માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં ડીપફેક સામે પહોંચી વળવા માટે નવા નિયમો (New regulation to tackle deep fake, DEEPFAKES) લાવશે. અશ્વિની વૈષ્ણવ ડીપફેકના મુદ્દે ગુરુવારના રોજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે, કંપનીઓ ડીપફેકને શોધવા, તેમના રિપોર્ટિંગ મિકેનિઝમને મજબૂત કરવા, વપરાશકર્તાઓમાં જાગૃતિ લાવવા તેમજ ડીપફેકને પહોંચી વળવા જરૂરી પગલાં લેવા સહમત થયા છે.
વિવિધ કંપનીઓ સાથે બેઠક : અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, અમે આજે જ નિયમનનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કરીશું અને થોડા જ સમયમાં ડીપફેક સામે પહોંચી વળવા માટે નવા નિયમો બનાવીશું. તે હાલના માળખામાં સુધારો કરીને અથવા નવા નિયમો અથવા નવો કાયદો લાવવાના રૂપમાં હોઈ શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે, ડીપફેક લોકતંત્ર માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. અમારી આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. ત્યારે આજે લેવાયેલા નિર્ણયો પર વધુ ચર્ચા થશે. મસૌદા વિનિયમનમાં શું શામેલ હોવું જોઈએ તેના પણ ચર્ચા કરવામાં ( New regulation to tackle deep fake, DEEPFAKES) આવશે.