- આસારામ કોરોના સંક્રમિત થયા
- કોરોના સંક્રમિત થતા MGHમાં ખસેડાયા
- સેવા કરનારો વ્યક્તિ પોઝિટિવ હોવાથી પોતે પણ થયા સંક્રમિત
જોધપુર:ગુરુવારે સવારે મહાત્મા ગાંધી હોસ્પિટલના ICUમાં દાખલ આસારામની તબિયત તપાસી તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અહીં કોરોના પોઝિટિવ આસારામ માસ્ક વિના ICUમાં દેખાયા છે. તે જ સમયે આસારામ કહે છે કે, તેઓ પોતાની શારીરિક વેદના સહન કરી શકે છે, પરંતુ તેમના ભક્તોના હૃદયના દુ:ખ સહન કરી શકતા નથી.
આ પણ વાંચો: જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ
રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આસારામને MGHમાં ખસેડાયા
જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામે કહ્યું કે, જો તે વધુ બોલશે તો ભક્તો વધુ પરેશાન થઈ જશે. તમારી બધાની પ્રાર્થના છે કેે હું જલ્દીથી બહાર આવીશ. બુધવારે રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આસારામને MGHમાં ખસેડાયા હતા. ત્યારબાદથી આસારામના ઘણા સમર્થકો હોસ્પિટલની આસપાસ ફરતા હતા. આ અંગે પોલીસે પણ ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. જેના કારણે આસારામે કહ્યું કે, તે પોતાના ભક્તોના દુ:ખ જોઈ શકતા નથી.
આ પણ વાંચો: આસારામના 'રાઝ' ખોલતું પુસ્તક 'ગનિંગ ફોર ધ ગૉડમેન'
સેવા કરનારો વ્યક્તિ કોરોના પોઝિટિવ
અહીં આસારામના સમર્થકો તેમને જોધપુર એઈમ્સમાં ખસેડવાની કોશિશ કરી રહ્યા છે. જેથી આસારામને સારી સુવિધા મળી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 84 વર્ષના આસારામની સેવા કરનારો વ્યક્તિ જેલમાં કોરોના પોઝિટિવ થયો હતો. તેના સંપર્કમાં આવવાથી આસારામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.