ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા - જોધપુર AIIMS

આશારામ બાપુને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓ કોવિડ - 19 પોઝિટિવ આવ્યા હતાં. બાદમાં તેઓને છાતીનો દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળતા ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા
આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા

By

Published : May 8, 2021, 8:07 PM IST

  • બુધવારે આશારામને કરાયા હતા હૉસ્પિટલમાં દાખલ
  • હવે તેમની તબિયત થઇ છે સ્થિર
  • મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હૉસ્પિટલમાં

જોધપુર: બહુચર્ચિત આશારામ બાપુ કે જેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સાજા ભોગવી રહ્યાં છે તેમને શનિવારે એઇમ્સ જોધપુરમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ બુધવારે તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ કોવિડની સારવાર લઇ રહ્યાં હતાં. તેમની તબિયત લથડતા તેઓને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ બહાર એકઠા થયા સમર્થકો

હૉસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમનું ઑક્સિજન લેવલ ખૂબ જ ઘટી ગયું હતું. તેમનું ઑક્સિજન લેવલ 96 થઇ જતાં તેમને જોધપુર એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતાં. જેવું તેમના સ્વાસ્થ્ય અંગેના સમાચાર પ્રસારિત થયાં તેમના અનેક સમર્થકો હૉસ્પિટલ પાસે એકઠા થઇ ગયાં હતાં.

વધુ વાંચો:કોરોનાને કારણે કરોડો લોકો ભૂખમરાથી પીડાઇ રહ્યા છે: અહેવાલ

આશારામની તબિયત હવે સ્થિર

મીડિયા સાથે વાત કરતાં AIIMSના સુપ્રિટેન્ડન્ટ રાજશ્રી બહેરાએ જણાવ્યું હતું કે આશારામની તબિયત હવે સારી છે જ્યારે તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ સારી ન હતી. 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આશારામ જેલવાસ ભોગવી રહ્યાં છે. વર્ષ 2013માં જોધપુર આશ્રમમાં તેમના પર આક્ષેપ લાગ્યો હતો. જે બાદ કાયદાકિય કાર્યવાહી બાદ તેઓ જેલવાસ ભોગવી રહ્યાં છે.

વધુ વાંચો:કોરોના સંક્રમણની નવી દવાને મળી ઇમરજન્સી યુઝ માટે મંજૂરી

ABOUT THE AUTHOR

...view details