ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ

જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને કોરોના વાઇરસના લક્ષણો દેખાયા બાદ બુધવારે રાત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ કોરોના પોઝિટિવ
જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ કોરોના પોઝિટિવ

By

Published : May 6, 2021, 10:26 AM IST

Updated : May 6, 2021, 11:44 AM IST

  • બુધવારે સાંજે આસારામ બાપુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • 3 મેના રોજ હળવા લક્ષણો દેખાયા હતા
  • તપાસ દરમિયાન તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર 90ની નીચે હોવાનું જાણવા મળ્યું
    જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ કોરોના પોઝિટિવ

જોધપુરઃ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામ બાપુ (84) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 3 મેના રોજ આસારામ બાપુમાં હળવા લક્ષણો દેખાયા પછી, 3 મેના રોજ તેમના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. બુધવારે સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના બંદોબસ્તમાં આવનારા 200થી વધુ પોલીસ કર્મીઓ આસારામ આશ્રમમાં રોકાશે

પ્રાથમિક તપાસ બાદ ડૉક્ટરે તેમને ICUમાં દાખલ કર્યા

આસારામ બાપુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયતની જેલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર 90ની નીચે હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે આસારામ બાપુને પણ બેચેનીની વાત કરી, ત્યારે જેલ પ્રશાસને તાત્કાલિક એમજી હોસ્પિટલ મોકલવાનું નક્કી કર્યું હતું અને જોધપુર પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલની આસપાસ પોલીસ ગોઠવવામાં આવી છે. જેલમાંથી પોલીસ આસારામ બાપુ સાથે MGH ઇમરજન્સી ખાતે પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડૉક્ટરે તેમને ICUમાં દાખલ કર્યા છે.

આશ્રમના કેટલાક સમર્થકો હોસ્પિટલમાં જઈ શક્યા નહોતા

અહીં આસારામ બાપુની કોરોના સંક્રમિત અને હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી મળતા જ આશ્રમના કેટલાક સમર્થકો પણ હોસ્પિટલની આસપાસ પહોંચી ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં જઈ શક્યા નહોતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે, કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંંચોઃઆરોપી નારાયણ સાંઈને માતાની તબિયત લથડતાં ફર્લો મળ્યા, જેલની બહાર આવી લોકોને કરી આ અપીલ..

તાજેતરમાં જોધપુર જેલમાં બંધ ઘણા કેદીઓ કોરોના સંક્રમિત થયા છે

ઉલ્લેખનીય છે કે, આસારામ બાપુ લાંબા સમયથી જોધપુર જેલમાં બંધ છે. 17 ફેબ્રુઆરીએ તેમને છાતીમાં દુખાવો થયાની ફરિયાદ મળ્યા પછી તેમને MGS લાવવામાં આવ્યા હતા. બીજા જ દિવસે તેમને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાર્ટ સાથે જોડાયેલા ટેસ્ટ કરવામાં આવ્યા અને પછી તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં જોધપુર જેલમાં બંધ ઘણા કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં આરોગ્યની ટીમો જેલમાં સતત નમુના લેવાનું કામ કરી રહી છે. આ અંતર્ગત, 3 મેના રોજ જ્યારે લક્ષણો જોવા મળ્યા હતા ત્યારે તેમના કોરોનાના ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા હતા.

Last Updated : May 6, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details