ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Anand Mohan: મુક્તિ મુદ્દે મતમતાંતર, ઓવૈસીનો નીતીશકુમારને ટોણો દલિત અધિકારીના હત્યારાને છોડી દીધો - અસદુદ્દીન ઓવૈસી આનંદ મોહનને આક્ષેપ

કહેવાય છે કે રાજકારણીઓ દરેક મુદ્દાને પોતપોતાની રીતે ઉઠાવવાનો પ્રયાસ કરે છે. કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. હવે ઓવૈસીએ આનંદ મોહનની મુક્તિને લઈને પ્રહારો કર્યા છે.

Anand Mohan: રિલીઝ પર રાજકારણ, ઓવૈસી કહ્યું કે  શું નીતીશ કુમાર ચૂંટણીમાં કહેશે કે દલિત અધિકારીના હત્યારાને છોડવામાં આવ્યો?
Anand Mohan: રિલીઝ પર રાજકારણ, ઓવૈસી કહ્યું કે શું નીતીશ કુમાર ચૂંટણીમાં કહેશે કે દલિત અધિકારીના હત્યારાને છોડવામાં આવ્યો?

By

Published : Apr 28, 2023, 10:04 AM IST

હૈદરાબાદ/પટના: આનંદ મોહનને લઇને રાજકારણ પુરજોશથી ચાલી રહ્યું છે. અરે રાજકારણ તો થવાનું પણ કારણ છે. કારણ કે એક આરોપી સુરજ ઉગતા પહેલા તો આઝાદ થઇ જાઇ છે. તો દરેક પક્ષના નેતાઓ વિરોધ કરવાના જ છે ને? ત્યારે અસદુદ્દીન ઓવૈસી આનંદ મોહનને લઇને રાજકીયનેતાઓ પર આક્ષેપ કર્યા છે.

રિલીઝ પર રાજકારણ:રિલીઝ પર રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. આતિક અહેમદની હત્યા બાદ અસદુદ્દીન ઓવૈસી રોષમાં જોવા મળી રહ્યા છે. દરેક રાજકીયનેતાઓ પર આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે માત્ર બિહારમાં જ હોબાળો નથી થયો. પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ બાબતના પડઘા સંભળાઈ રહ્યા છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસીએ બિહાર સરકાર પર પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ એક સાથે મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો Bjp Slams Kharge: PM મોદી ઝેરી સાપ છે', ભાજપે કહ્યું ખડગેએ દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ

શું કારણ છે:આઈએએસ અધિકારી જી કૃષ્ણૈયાની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી. આજે બિહાર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે તેમની ફરીથી હત્યા કરવામાં આવી રહી છે. સીએમ નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ ભૂલી રહ્યા છે કે, તે સમયે કોની સરકાર હતી, શું લાલુ યાદવ તે સમયે જી કૃષ્ણૈયાની પત્નીને મળ્યા હતા? આખરે, શું કારણ છે કે તમે એક માણસને બચાવવા માટે કાયદામાં સુધારો કરી રહ્યા છો?" આવું અસદુદ્દીન ઓવૈસી કહ્યું છે.

ઓવૈસીનો ભાજપ પર પ્રહારઃઓવૈસી અહીંથી ન અટક્યા, તેમણે કહ્યું કે, આ બધું રાજપૂત વોટ બેંક માટે કરવામાં આવી રહ્યું છે. શું તે સાચું છે? આ દરમિયાન ઓવૈસીએ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના સાંસદ આનંદ મોહન સાથે સહાનુભૂતિ ધરાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપના લોકો પણ મુક્તિથી ખુશ છે. વધુમાં કહ્યું કે , નીતીશ કુમાર વિપક્ષી એકતાના નામે દેશભરમાં ફરી રહ્યા છે અને પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવી રહ્યા છે. તમે (નીતીશ કુમાર) 2024 માં દલિત સમુદાયને કહેશો કે તમે દલિત અધિકારીની હત્યા કરનાર વ્યક્તિને છોડી દીધો છે.

આ પણ વાંચો Karnataka Election 2023: જેડીએસ સરકાર સત્તામાં આવશે: પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા

બધું રાજકારણની રમત છે': એકંદરે તમામ રાજકારણીઓ પોતપોતાની રીતે આ મુદ્દે રાજકીય રોટલા શેકી રહ્યા છે. હાલમાં નીતીશ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શું થાય છે તે જોવાનું રહેશે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે આ મુદ્દો ચૂંટણીમાં ચોક્કસ ઊભો થશે. હવે આવી સ્થિતિમાં કોને ફાયદો થાય છે તે તો સમય જ કહેશે.

ABOUT THE AUTHOR

...view details