- આર્યન ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી
- મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
- આર્યને કહ્યું- હું ભારત નહીં છોડું
હૈદરાબાદ: ક્રુઝ કેસ (Cruise Drugs Case)માં ધરપકડ થયેલા બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનના આગોતરા જામીનની અરજી પર શુક્રવારના મુંબઈની સેશન્સ કોર્ટ (Sessions Court of Mumbai)માં સુનાવણી ચાલી રહી છે. આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદે (Satish Maneshinde) કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન આર્યન ખાન સહિત તમામ આરોપીઓને NCB ઑફિસથી આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યા છે.
આરોપીનું જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું
જેલમાં શિફ્ટ કરતા પહેલા આ તમામ આરોપીઓને મુંબઈની જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. તો કેસમાં મુનમુન ધમેચા સહિત પકડાયેલી છોકરીઓને મુંબઈની ભાયખલા જેલમાં મોકલવામાં આવી છે.
કોર્ટમાં આર્યન ખાનની ઇમોશનલ અપીલ
કોર્ટમાં આર્યન ખાને કહ્યું કે, "હું ભારતનો છું, મારા માતા-પિતા ભારતીય છે અને ભારતમાં રહી રહ્યા છે. મારી પાસે ભારતીય પાસપોર્ટ છે, હું તપાસમાં સહયોગ કરીશ. કોઈ પ્રશ્ન નથી કે હું દેશ છોડી દઇશ."