ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્યન ખાન જેલમાંથી મુક્ત, 'મન્નત' બહાર લોકોની ભીડ ઉમટી પડી

આર્થર રોડ જેલ પ્રશાસનને ક્રૂઝ ડ્રગ્સ કેસ (cruise drugs case)માં ધરપકડ કરાયેલ આર્યન ખાનના જામીનના આદેશના કાગળો મળ્યા છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ જેલ પ્રશાસનને નિયત સમયમર્યાદામાં જામીનના આદેશની નકલ ન મળવાને કારણે શુક્રવારે તેને મુક્ત કરી શકાયો ન હતો. જ્યારબાદ આજે એટલે કે શનિવારે સવારે 11 વાગ્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

થોડીવારમાં જેલમાંથી બહાર આવશે આર્યન ખાન : પ્રક્રિયા ચાલુ
થોડીવારમાં જેલમાંથી બહાર આવશે આર્યન ખાન : પ્રક્રિયા ચાલુ

By

Published : Oct 30, 2021, 10:59 AM IST

  • 20થી વધુ દિવસોથી જેલમાં બંધ હતો શાહરૂખ પુત્ર આર્યન
  • બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપ્યા
  • આર્યન ખાનને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા

મુંબઈઃઅભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે જેલમાંથી જામીન પર મુક્ત થશે. ક્રુઝ ડ્રગ્સ કેસ cruise drugs case)માં ધરપકડ કરાયેલ આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જામીન આપ્યા છે. જ્યારબાદ આજે શુક્રવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતા આર્યન અને અન્ય આરોપીઓ

બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આર્યન ખાન શુક્રવારે જ જેલમાંથી છૂટે તેવી અપેક્ષા હતી, પરંતુ જેલ સત્તાવાળાઓને નિર્ધારિત સમયમર્યાદામાં જામીનના આદેશના કાગળો ન મળતા તેની માદક દ્રવ્યોનો કબજો, ઉપયોગ અને દાણચોરીના આરોપમાં ધરપકડ યથાવત રાખવામાં આવી હતી. આર્યન અને અન્ય આરોપીઓ 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતા.

આ પણ વાંચો:"વેલકમ બેક પ્રિન્સ આર્યન": મન્નતની બહાર શાહરૂખના સમર્થકોએ કરી ઉજવણી

આર્યન ખાનને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા

આર્યન ખાનને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપવા સહિત અનેક શરતો જાહેર કરી છે.

  • આર્યન ખાન જાણ કર્યા વગર મુંબઈની બહાર જઈ શકે નહીં
  • આર્યન ખાને પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં સરેન્ડર કરવો પડશે
  • આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2 વચ્ચે NCBમાં હાજર થવું પડશે

આ પણ વાંચો:આર્યન ખાન જામીન : આર્થર રોડ જેલથી LIVE

ABOUT THE AUTHOR

...view details