- કેજરીવાલે કેન્દ્રમાંથી બેડ અને ઓક્સિજનની માંગ કરી
- કેન્દ્રિય હોસ્પિટલોમાં 7 હજારથી વધુ બેડ અનામત રાખવા અનુરાધ કર્યો
- કેજરીવાલે અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ
નવી દિલ્હી:અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, આજે રવિવારે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન સાથે દિલ્હીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ, કેન્દ્રમાંથી બેડ અને ઓક્સિજનની માંગ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે, દિલ્હીમાં ઓક્સિજન અને કેન્દ્રિય હોસ્પિટલોમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ માટે 7 હજારથી વધુ બેડ અનામત રાખવા અનુરાધ કર્યો છે. આ સાથે જ કેજરીવાલે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં શાળાઓ, મેદાન અને મંદિરોમાં લગભગ 6 હજાર ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો:દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા
કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છીએ