ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) દેશની 8 હાઈકોર્ટ (High Court)માં નવા ચીફ જસ્ટિસની નિમણૂક (Appointment of Chief Justice)કરી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 4 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી કરી છે. રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારની નિમણૂક કરી છે.

રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી
રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી

By

Published : Oct 9, 2021, 8:33 PM IST

  • દેશની 8 હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક
  • અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા
  • રાજેશ બિંદલ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) દેશની 8 હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 4 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી પણ કરી છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમાર (Arvind Kumar)ની નિમણૂક કરવામાં આવી છે. અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં જજ હતા. કલકત્તા હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રકાશ શ્રીવાસ્તવને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા

ભારત સરકારના અધિક સચિવ રાજિંદર કશ્યપે નોટિફિકેશન બહાર પાડ્યું એ પ્રમાણે, મધ્યપ્રદેશના જજ પ્રકાશ શ્રીવાસ્તવને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. મેઘાલયના જજ રણજીત વી. મોરેને મેઘાલયના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કર્ણાટક હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રિતુ રાજ અવસ્થી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ

હિમાચલ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર.વી. માલિમથને મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રિતુ રાજ અવસ્થીને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમારને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details