નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર (Special Session of Delhi Legislative Assembly) આજથી શરૂ થયું છે. સત્ર શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. આ પછી ગૃહની અધ્યક્ષતા કરી રહેલી રાખી બિરલાએ આખો દિવસ તમામ ધારાસભ્યોને હટાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી માર્શલે ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચોહિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ફટકારી નોટિસ
ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો અગાઉ, ભાજપના ધારાસભ્યોએ અલ્પજીવી ચર્ચા માટે અપીલ કરી હતી, જેને રાખી બિરલાએ નકારી કાઢી હતી. BJP નેતા વિજેન્દર ગુપ્તાએ ધ્યાનાકર્ષક પ્રસ્તાવ મૂક્યો અને તેના પર વાત કરવાની માંગ કરી, પરંતુ ડેપ્યુટી સ્પીકરે તેનો વિરોધ કર્યો. BJPના અન્ય ધારાસભ્યો અજય મહાવર અને અભય વર્માએ નિયમ 55 હેઠળ ટૂંકા ગાળાની ચર્ચાની માંગ કરી હતી, પરંતુ ડેપ્યુટી સ્પીકરે તેને મંજૂરી આપી ન હતી. આ પછી ભાજપના ધારાસભ્યોએ વેલમાં આવીને હંગામો શરૂ કર્યો હતો. શરૂઆતની 13 મિનિટની કાર્યવાહીમાં ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો (BJP MLAs created a ruckus) હતો.
દિલ્હીના CMએ કરી વિશ્વાસ મતની દરખાસ્તદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજનો દિવસ આટલો મહત્વપૂર્ણ છે. જ્યારે આ ઠરાવ લાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્યો હંગામો મચાવી રહ્યા છે. તેઓ ગૃહમાં ચર્ચા કરવા માંગતા નથી, તેઓ મોંઘવારીની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારે ગરબાના સાંસ્કૃતિક નૃત્ય પર ટેક્સ (Tax on garba in gujarat) નાખ્યો છે. ખોટો વેરો નાખીને ધારાસભ્યોને ખરીદવા માટે કરોડો રૂપિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપે એક પછી એક તેના અબજોપતિ મિત્રોની લોન માફ કરી છે.
આ પણ વાંચોરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે 45મી AGM પર તમામની નજર રહેશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકોએ પૂછ્યું કે વિશ્વાસ પ્રસ્તાવની શું જરૂર છે. મેં કહ્યું કે વિશ્વાસ પ્રસ્તાવ દ્વારા અમે બતાવવા માંગીએ છીએ કે, દરેક AAP ધારાસભ્ય અને કાર્યકર કટ્ટર પ્રમાણિક છે. ઓપરેશન લોટસ મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સફળ રહ્યું, પરંતુ દિલ્હી આવ્યા પછી તેમાં કંઈ થયું નહી. BJPએ (Bharatiya Janata party) અમારા ધારાસભ્યોને ખરીદવાનો પૂરો પ્રયાસ કર્યો. વિશ્વાસ પ્રસ્તાવથી સાબિત કરીશું કે, એક પણ ધારાસભ્ય વેચાયો નથી. તમને જણાવી દઈએ કે, કેજરીવાલ સરકાર આજે ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. તેની ચર્ચા કરવામાં આવશે. તેને ગૃહમાં લાવવાની જાહેરાત શુક્રવારે CM અરવિંદ કેજરીવાલે કરી હતી.