ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરૂણાચલ પ્રદેશના કિકબોક્સર યોરા તાડેનું ફાઈટ દરમિયાન મૃત્યું - વાકો ઈન્ડિયા સિનિયર્સ

વરિષ્ઠ અરુણાચલી કિકબોક્સર યોરા તાડેને ચેન્નાઈ, તમિલનાડુમાં વાકો ઈન્ડિયા સિનિયર્સ અને માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં ફાઈટ દરમિયાન મગજમાં ગંભીર ઈજા થઈ હતી. જેની સારવાર દરમિયાન ખેલાડીનું મૃત્યું થયું છે. kickboxer Yora Tade, Wako India Seniors and Masters National Kickboxing Championship, Rajiv Gandhi Government General Hospital

અરૂણાચલ પ્રદેશના કિકબોક્સર યોરા તાડેનું ફાઈટ દરમિયાન મૃત્યું
અરૂણાચલ પ્રદેશના કિકબોક્સર યોરા તાડેનું ફાઈટ દરમિયાન મૃત્યું

By

Published : Aug 24, 2022, 9:30 PM IST

ચેન્નાઈ:અરુણાચલ પ્રદેશના કિકબોક્સર યોરા તાડે (ઉ.વ.24)નું મંગળવારે ચેન્નાઈની (Rajiv Gandhi Government General Hospital) હોસ્પિટલમાં અવસાન થયું. ગયા રવિવારે, યોરા તાડે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં વાકો ઈન્ડિયા સિનિયર્સ અને માસ્ટર્સ કિકબોક્સિંગ (Wako India Seniors and Masters National Kickboxing Championship) ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં એક મેચ દરમિયાન તેને માથામાં (kickboxer Yora Tade) ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અરૂણાચલ પ્રદેશના કિકબોક્સર યોરા તાડેનું ફાઈટ દરમિયાન મૃત્યું

આ પણ વાંચો: સુરતના પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી, લારી વાળાને જાહેરમાં માર માર્યો

સર્જરી કરાવી: તાડેએ ત્યાં મગજની સર્જરી કરાવી. ત્યારબાદ તે ત્રણ દિવસ સુધી ICUમાં જીવન અને મૃત્યું વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. કમનસીબે તાડનું અવસાન થયું. વાકો ઈન્ડિયા સિનિયર્સ અને માસ્ટર્સ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપની મેચ ચાલી રહી હતી એ દરમિયાન એના માથામાં કિક વાગી હતી. રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં એમનું મૃત્યું નીપજ્યું હતું. આ ઈજાને કારણે તે બ્રેઈન ઈજરીથી પીડાતો હતો. સોમવારે વાકો ઈન્ડિયા એન્ડ માસ્ટર નેશનલ કિક બોક્સિગ ચેમ્પિયનશીપનું તમિલનાડુંના મહાનગર ચેન્નઈમાં આયોજન કરાયું હતું.

ઈટાનગર લઈ જવાશે: પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તાડેના મૃતદેહને ઇટાનગર પરત લાવવામાં આવશે. તે ચિમ્પુ ગામના યોરા તાલિક અને યોરા ટેટનો પુત્ર છે. અરુણાચલના ખેલ સચિવ, મુખ્ય પ્રધાનના નિર્દેશ પર, મૃતદેહને પરત લાવવા માટે તમિલનાડુ સરકાર, કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકલન કરી રહ્યા છે. એલ.ટી. યોરા તાડે કરાટેમાં બ્લેક બેલ્ટ 1 લી ડેન પણ હતો. જે ચિમ્પુમાં આવેલી મેરિક એકેડમીમાં તેની કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: શિક્ષક કે શેતાન..સમયસર જવાબ ન દેતા ધોલાઈ કરી, વિદ્યાર્થી હોસ્પિટલમાં

પરિવારમાં માતમ: મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને રમતગમત પ્રધાન મામા નાટુંગ સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ખાંડુએ મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, અમારો તેજસ્વી કિકબોક્સર યોરા ટેડે તેના સ્વર્ગીય નિવાસસ્થાન માટે રવાના થયો. અમને આ રીતે છોડવાનું બહુ વહેલું કહેવાય. પ્રિય તાડે! દુઃખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. શોકગ્રસ્ત પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. તમારી અંતિમધામ સુધીની યાત્રા શાંતિપૂર્ણ રહે.” રમતગમત, પર્યાવરણ અને વન મંત્રી મામા નાટુંગે પણ આશાસ્પદ બોક્સરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details