તવાંગઃચીન સરહદથી સૌથી નજીક આવેલા રાજ્ય અરૂણાચલ પ્રદેશની એક અનોખી અને અસાધારણ કહી શકાય એવી સિદ્ધિ સામે આવી છે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી છે. ખાંડુ અને અમેઝિંગ નમસ્તે ફાઉન્ડેશનના પ્રમુખ અતુલ કુલકર્ણીએ (recorded in guinness book of world ) સંયુક્ત રીતે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ સ્વપ્નિલ ડાંગોરીકર પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રસંગે બોલતા સીએમ ખાંડુએ જણાવ્યું હતું કે પહાડી પ્રદેશોમાં વધુ સારા રસ્તાઓ સાથે, માર્ગ સલામતીના પગલાં અંગે જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. યુવાનો સારા રસ્તાઓ પર સ્પીજડમાં વાહન ચલાવે છે. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ઓવર સ્પીડિંગ અકસ્માતનું મુખ્ય કારણ છે. વર્લ્ડ રેકોર્ડ બનવાથી લોકોનું ધ્યાન રોડ સેફ્ટી અને હેલ્મેટના ઉપયોગ તરફ આકર્ષિત થશે.
હેલ્મેટથી લખ્યું 'જયહિન્દ', ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન - 2350 helmets
ચીનની સરહદને અડીને આવેલા અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાને (tawang jai hind) ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અહીં રોડ સેફ્ટીને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 2350 હેલ્મેટનો ઉપયોગ કરીને 'જય હિંદ' લખવામાં આવ્યું હતું. બાઈકર્સની આ સિદ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લવાઈ ચૂકી છે.

મોટો કાર્યક્રમઃરવિવારે સવારે હેલ્મેટ તૈયાર કરવા માટે મુખ્યપ્રધાન પેમા ખાડુંએ વહેલી સવારે 6.30 વાગ્યે સિટી વગાડીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ માટે કુલ 2350 હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અહીં ઓવર સ્પીડને કારણે અકસ્માત થાય છે. જેમાં ઘણી વખત યુવાનોના જીવ પણ ગયા છે. લોકો જ્યારે પણ ટુવ્હીલર કે બાઈક રાઈડ કરે એ સમયે અવશ્ય હેલ્મેટ પહેરે અને સુરક્ષા જાળવે એ માટે આ કાર્યક્રમ કરાયો છે.
આશરે 200 જેટલા બાઈક રાઈડર્સઃ સૌથી વધુ ઊંચાઈ પર આવેલા મેદાન પર આ રેકોર્ડ બન્યો છે. જેમાં અનેક બાઈક રાઈડર્સ પણ જોડાયા હતા. આશરે 200 જેટલા બાઈક રાઈડર્સે અહીં ભાગ લીધો હતો. જેમાં CRPFના જવાનોનો પણ સમાવેશ થાય છે. રોડ સેફ્ટિને લઈને એક સોવિનિયર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું બાઈકર્સને વિતરણ કરાયું છે. મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ માર્ગ સલામતી અંગેના કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પછી હેલ્મેટનો ઉપયોગ કરીને જય હિંદ લખીને એક રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. સીએમ ખાંડુએ તવાંગ અને પશ્ચિમ કામેંગ જિલ્લાના ધારાસભ્યો સાથે કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું.