ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Congress Chintan Shivir: રાહુલ-પ્રિયંકા કૉંગ્રેસની ડૂબતી નૈયાને લગાવી શકશે પાર... - Congress Nav Sankalp Shivir

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવ સંકલ્પ શિવિરમાં ભાગ લેવા રાજસ્થાનના ઉદયપુર (Rahul Gandhi at Udaipur) પહોંચ્યા છે. સ્ટેશન પર રાજસ્થાની સંસ્કૃતિનો (Congress Chintan Shivir) પ્રભાવ જોવા મળ્યો હતો. CM અશોક ગેહલોત સહિત તમામ દિગ્ગજોએ (Udaipur Congress Chintan Shivir) તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Congress Chintan Shivir: રાહુલ-પ્રિયંકા કૉંગ્રેસની ડૂબતી નૈયાને લગાવી શકશે પાર...
Congress Chintan Shivir: રાહુલ-પ્રિયંકા કૉંગ્રેસની ડૂબતી નૈયાને લગાવી શકશે પાર...

By

Published : May 13, 2022, 10:26 AM IST

ઉદયપુર : રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું ત્રણ દિવસીય ચિંતન શિવિર (Udaipur Congress Shivir Three Day) આજથી શરૂ થશે. જેમાં સામેલા થવા માટે કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના નેતાઓ સહિત રાહુલ ગાંધી દિલ્હીથી ટ્રેન દ્વારા ઉદયપુર (Rahul Gandhi at Udaipur) પહોંચ્યા છે. તેમની સાથે કોંગ્રેસ પાર્ટીના લગભગ 74 નેતાઓ પણ હાજર છે. ચેતક એક્સપ્રેસમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ માટે બે કોચ પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યા હતા. દિલ્હીના સરાય રોહિલ્લાથી લઈને અન્ય ઘણા સ્ટેશનો પર રાહુલ ગાંધીનું કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાહુલ ગાંધીએ લોકોની સમસ્યાઓ પણ સાંભળી હતી.

નવ સંકલ્પ શિવિર

આ પણ વાંચો :Rahul Gandhi Controversy : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગાંધીના ગુજરાતમાં આ શું કર્યુ?

શિબિર પાછળનું કારણ - ઉદયપુર રેલ્વે સ્ટેશન પર સ્વાગત કર્યા બાદ રાહુલ ગાંધી બસમાં બેસીને તાજ અરાવલી હોટલ જવા રવાના થયા હતા. CM અશોક ગેહલોત રાહુલ ગાંધી સાથે બસમાં આગળની સીટ પર બેઠા હતા. તેમની પાછળ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ બેઠા હતા.આ બસ રેલવે સ્ટેશનથી નીકળી છે. ઉલ્લેખનીય છે કે, એક બાદ એક રાજ્યની ચૂંટણીમાં હારથી ઘેરાયેલી કોંગ્રેસ રાજસ્થાનના (Rajasthan Congress Chintan Shivir) ઉદયપુરમાં ચિંતનશિવિરનું આયોજન કરી રહી છે. કોંગ્રેસની આ ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ સુધી ચાલશે. કોંગ્રેસ સતત હાર પર ત્રણ દિવસ સુધી અહીં વિચાર મંથન કરશે. તેમજ ચિંતન શિવિરમાં કોંગ્રેસનું સમગ્ર ધ્યાન સંગઠનમાં ફેરફાર અને આગામી લોકસભા ચૂંટણી માટેના એક્શન પ્લાન પર રહેશે.

રાજસ્થાનમાં કોંગ્રેસની શિવિર

આ પણ વાંચો :નરશે પટેલના કોંગ્રેસમાં જોડાવવાને લઈને 'હાર્દીક' આશાવાદ, કહ્યું - દિલ્હીના પ્રવાસથી...

શિબિરમાં સોનિયા ગાંધી - સોનિયા ગાંધી પણ ચિંતન શિવિરમાં (Sonia Gandhi Chintan Shivir) સંબોધન કરશે. બપોરે 2 વાગ્યે સોનિયા ગાંધીના સંબોધનથી ચિંતન શિવિર શરૂ થશે. જેમાં કોંગ્રેસના 400થી વધુ નેતાઓ ભાગ લેશે. આજે અને આવતીકાલે સાંજ સુધી વિવિધ મુદ્દાઓ (Congress Nav Sankalp Shivir) પર વિવિધ જૂથોમાં ચર્ચાનો રાઉન્ડ ચાલશે. ત્યારબાદ જે પ્રસ્તાવ તૈયાર થશે તેના પર 15મી મેના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહોર મારવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details