ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વધુ 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે સત્યેન્દ્ર જૈન, તબિયત પણ બગડી છે - Satyendar Jain Ed Custody

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને આજે ઈડીની કસ્ટડી (Satyendar Jain Ed Custody)માં રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનને વધુ પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. બીજી તરફ જામીન માટે પણ અરજી કરવામાં આવી છે.

વધુ 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે સત્યેન્દ્ર જૈન, તબિયત પણ બગડી છે
વધુ 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે સત્યેન્દ્ર જૈન, તબિયત પણ બગડી છે

By

Published : Jun 10, 2022, 11:14 AM IST

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ (Money Laundering Case Delhi )ના આરોપમાં ધરપકડ કરાયેલા દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court Delhi)માં રજૂ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનને વધુ પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા (Satyendar Jain Ed Custody) છે. આ દરમિયાન સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. બીજી તરફ જામીન માટે પણ અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચો:ગંભીર બેદરકારીઃ ડાયાબિટીસના દર્દીને HIV+નો રીપોર્ટ પકડાવી દેતા ચકચાર

કોર્ટે તુષાર મહેતાને પૂછ્યું હતું કે, શું તમે 2015-17ના વ્યવહારો (Satyendar Jain Money Laundering) વિશે વાત કરી રહ્યા છો. ત્યારે મહેતાએ કહ્યું હતું કે હા. EDએ તેમને તપાસ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે તપાસમાં સહકાર આપ્યો ન હતો. મહેતાએ કહ્યું હતું કે, અમારે એ શોધવાનું છે કે, આ પૈસા બીજા કોઈના છે કે નહીં, આ પૈસાથી કોને ફાયદો થયો છે. તેમણે કહ્યું હતું કે, આ મામલો માત્ર 4.81 કરોડનો નથી.

આ પણ વાંચો:લોહીના બદલામાં લોહીઃ ગ્રામજનો દ્વારા બે લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા

સત્યેન્દ્ર જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન હરિહરને કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન તપાસમાં સતત સહકાર આપી રહ્યા છે. હરિહરને કહ્યું હતું કે ED દ્વારા આપવામાં આવી રહેલી દલીલો 2017માં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નકલ છે. તે કિસ્સામાં એક ઇંચ પણ લંબાવવામાં આવ્યો નથી. સત્યેન્દ્ર જૈનને 5-6 વખત ફોન કરવામાં આવ્યા હતા અને તેઓ તપાસમાં જોડાયા હતા. હરિહરને કહ્યું હતું કે સહઆરોપી જે કંઈ પણ કરી શકે તેના માટે આરોપી જવાબદાર નથી.

ABOUT THE AUTHOR

...view details