ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એકતા અને શોભા કપૂર સામે ધરપકડ વોરંટ,વેબ સીરિઝ મામલે વિવાદ - વેબ સિરીઝ થ્રી એક્સ

બેગુસરાય કોર્ટે ફિલ્મ નિર્માતાઓ એકતા કપૂર(filmmaker Ekta Kapoor) અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.(Arrest warrant issued against filmmaker) આ વોરંટ વેબ સિરીઝને લઈને જારી કરવામાં આવ્યું છે.

એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, જાણો શા માટે?
એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, જાણો શા માટે?

By

Published : Sep 28, 2022, 3:28 PM IST

બેગુસરાય(બિહાર):બેગુસરાયની એક કોર્ટે દેશની જાણીતીફિલ્મ નિર્માતાઓ એકતા કપૂર(filmmaker Ekta Kapoor) અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.(Arrest warrant issued against filmmaker) કોટ દ્વારા જારી કરાયેલ આ ધરપકડ વોરંટ વેબ સિરીઝ થ્રી એક્સને લઈને જારી કરવામાં આવ્યું છે. જેમાં દેશના સૈનિકોની પત્ની સૈનિકના યુનિફોર્મમાં અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બાંધતી દર્શાવવામાં આવી હતી. આ વેબ સિરીઝને સેનાનું અપમાન માનીને ગયા વર્ષે બેગુસરાયની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ કેસમાં બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

ખરાબ વિચારને પ્રસારિત અને પ્રમોટ કરવામાં આવી:વેબ સિરીઝ 'XXX 2' અંગે વિવાદ: આ અંગે બેગુસરાયના એડવોકેટ હૃષિકેશ પાઠકે જણાવ્યું કે ગયા વર્ષે કંપનીના નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા વેબ સિરીઝને સબસ્ટાન્ડર્ડ વેબ સિરીઝ પોર્ટલ પર મૂકવામાં આવી હતી. જેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે દેશની રક્ષા કરી રહેલા ભારતીય જવાનો ફરજ પર હોય છે ત્યારે તેમની પત્ની તેના મિત્રોને બોલાવે છે અને આર્મી યુનિફોર્મ પહેરાવીને શારીરિક સંબંધ બાંધે છે. આ ખરાબ વિચારને વેબ સિરીઝ પર પ્રસારિત અને પ્રમોટ કરવામાં આવી હતી.

એકતા કપૂર વિરુદ્ધ વોરંટ જારીઃ એડવોકેટે જણાવ્યું કે તેમની વિરુદ્ધ વિવિધ જિલ્લાઓમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંબંધમાં એક્સ-સર્વિસમેન સેલના શંભુ કુમારે બેગુસરાય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ રાજીવ કુમારની કોર્ટ દ્વારા વિકાસ કુમારની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details