ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક્ટ્રેસ અમીષા પટેલ સામે ધરપકડ વોરંટ, રૂપિયા 11 લાખ લીધા છતાં ન આવી - Uttar Pradesh Muradabad Court

મંગળવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદની એક કોર્ટે (Uttar Pradesh Muradabad Court) ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ (Actress Amisha Patel) અને તેના ત્રણ સાથીદારો માટે ધરપકડ (Arrest Warrant Issue) વોરંટ જાહેર કર્યું છે. એના પર એવો આરોપ છે કે એક ઇવેન્ટ કંપની પાસેથી તેમણે 11 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. તેમ છતાં અમીષા લગ્નમાં હાજરી આપવા પહોંચી ન હતી.

એક્ટ્રેસ અમીષા પટેલ સામે ધરપકડ વોરંટ, રૂપિયા 11 લાખ લીધા છતાં ન આવી
એક્ટ્રેસ અમીષા પટેલ સામે ધરપકડ વોરંટ, રૂપિયા 11 લાખ લીધા છતાં ન આવી

By

Published : Jul 20, 2022, 5:37 PM IST

Updated : Jul 20, 2022, 6:02 PM IST

મુરાદાબાદઃઈવેન્ટ કંપની ડ્રીમ વિઝનના (Event Company Dream Vision) માલિક પવન કુમારે જણાવ્યું કે અમીષા પટેલે (Actress Amisha Patel) મુરાદાબાદમાં લગ્ન સમારોહમાં (Uttar Pradesh Muradabad Court) ડાન્સ કરવાનો હતો. તેથી મુરાદાબાદ કોર્ટમાં અમીષા પટેલ અને તેના સહયોગીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. મુરાદાબાદની ACJM-5 કોર્ટે આ કેસમાં અમીષા અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યું હતું. પરંતુ અમીષા કોર્ટમાં હાજર થઈ ન હતી.

આ પણ વાંચોઃ સામંથાએ અક્ષય કુમારને Oo Antava પર ડાન્સ કરાવી KWK7 પરનું તાપમાન વધાર્યું

ધરપકડ વોરંટ જાહેરઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની ACJM 5 કોર્ટે મંગળવારે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ, અહેમદ શરીફ, સુરેશ પરમાર અને રાજકુમાર ગોસ્વામી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે આરોપી કોર્ટની તારીખે હાજર થયા ન હતા, જ્યારે આ કેસમાં હાઈકોર્ટે તારીખ 12 સપ્ટેમ્બર 2019ના રોજ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેથી, અમીષા પટેલ, અહેમદ શરીફ, સુરેશ પરમાર અને રાજકુમાર ગોસ્વામીને તારીખે 20 ઓગસ્ટે જામીનપાત્ર વોરંટ દ્વારા સમન્સ મોકલો.

આ પણ વાંચોઃ માનુષીએ જ્હોન સાથે 'તેહરાન'નું શૂટિંગ શરૂ કર્યું, પિસ્તોલ લઈ શું બોલી

શું છે મામલોઃઉત્તર પ્રદેશની ઇવેન્ટ કંપનીના માલિક પવન કુમાર વર્માએ જણાવ્યું કે નવેમ્બર 2017માં મુરાદાબાદમાં અમીષા પટેલ માટે એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. તે તારીખ 16 નવેમ્બર 2017ના રોજ મુરાદાબાદની હોલિડે રિજન્સી હોટલમાં લગ્ન સમારોહમાં આવવાની હતી અને ડાન્સ પ્રોગ્રામ આપવાની હતી. આ માટે અભિનેત્રી અમીષા પટેલે રૂપિયા 11 લાખ રૂપિયા એડવાન્સ પણ લીધા હતા. નિર્ધારિત તારીખે, તે દિલ્હીથી જ મુંબઈ પાછી જતી રહી હતી. અભિનેત્રી અમીષા પટેલ વિનંતી કરવા છતાં પણ મુરાદાબાદ આવવા માટે રાજી ન થઈ.

Last Updated : Jul 20, 2022, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details