ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP: ઉન્નાવમાં બસે મારી પલટી, 20 યાત્રી ઇજાગ્રસ્ત - ઉત્તર પ્રદેશમાં અકસ્માત

ઉન્નાવના સિરધરપુર ગામ નજીક મોડી રાત્રે બસે પલટી મારી હતી. બસ પલટતા બસમાં સવાર લગભગ 20 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ બસ દિલ્હીથી આવી રહી હતી અને બહરાઇચ જઇ રહી હતી. લગભગ 82 યાત્રીઓને લઇને આ બસ જઇ રહી હતી.

Around 20 passengers injured after bus overturned in UP's Unnao
Around 20 passengers injured after bus overturned in UP's Unnao

By

Published : Nov 22, 2020, 11:20 AM IST

  • ઉન્નાવમાં બસે મારી પલટી
  • 20 યાત્રી ઇજાગ્રસ્ત
  • ડિવાઇડર સાથે અથડાયા બાદ બસે મારી પલટી

ઉન્નાવઃ યૂપીના ઉન્નાવ લખનઉ- આગરા એક્સપ્રેસ-વે પર યાત્રીઓથી ભરેલી એક ખાનગી બસે પલટી મારી હતી. આ ઘટનામાં બસમાં સવાર 20 યાત્રીઓને ગંભીર ઇજા પહોંચી છે. સ્થળ પર પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે, 82 પેસેન્જર સવાર હતા.

ડિવાઇડર સાથે અથડાયા બાદ બસે મારી પલટી

આ ઘટના બાંગરમઉ કોતવાલી ક્ષેત્રના સિરધરપુર ગામની છે. જાણકારી અનુસાર દિલ્હીથી બહરાઇચ જઇ રહેલી બસ ડ્રાઇવરને ઝોકું આવી જતાં ડિવાઇડર સાથે અથડાઇ હતી. બસ ડિવાઇડર સાથે ટક્કર મારતા પલટી મારી હતી. બસમાં 84 લોકો સવાર હતા, જેમાં તમામ લોકોને ઇજાઓ પહોંચી છે, પરંતુ 4 લોકોની હાલ ગંભીર જણાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details