- સેના ભરતી કૌભાંડને લઇને CBIની કાર્યવાહી
- CBIએ 6 લેફ્ટનન્ટ કર્નલ વિરૂદ્ધ દાખલ કરી ફરિયાદ
- અન્ય કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ પણ નોંધાઇ ફરિયાદ
નવી દિલ્હી: સર્વિસ સિલેક્શન બોર્ડ સેન્ટર્સ દ્વારા અધિકારીઓની ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર માટે CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ પાંચ લેફ્ટનન્ટ કર્નલ રેન્ક અધિકારીઓ, 12 અન્ય કર્મચારીઓ અને સૈન્યના 6 લોકો સામે કેસ નોંધ્યો છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલે દિલ્હી કેન્ટોનમેન્ટમાં બેઝ હોસ્પિટલ સહિત 13 શહેરોમાં 30 સ્થળો પર તપાસ કરવામાં આવી છે.
સેના ભરતી કૌભાંડને લઇને CBIની કાર્યવાહી
તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન કપૂરથલા, બઠિંડા, દિલ્હી, કૈથલ, પલવલ, લખનઉ, બરેલી, ગોરખપુર, વિશાખાપટ્ટનમ, જયપુર, ગુવાહાટી, જોરહાટ અને ચિરાંગમાં ચલાવવામાં આવ્યું હતું. CBIના પ્રવક્તા આર. સી. જોશીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ભરતી પ્રક્રિયાથી સંબંધિત ઘણા ગુના સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. જેમની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ટેન્ડર કૌભાંડ મામલે ચલથાણના તલાટી કમ મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરાઇ