ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1990 બાદ કાશ્મીર: સૈન્ય અધિકારીએ કહ્યું- અહીંની 'મા'ને મળી રહી છે હાર, પશ્ચિમમાં'પાકી' અપશબ્દ - ભારતીય સેના

ટોચના ભારતીય સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લન(Lt Gen KJS Dhillon, Rajputana Rifles)એ કહ્યું છે કે, જેમણે વિદેશ પ્રવાસ કર્યો છે તેઓ જાણે છે કે એરપોર્ટ (Airport) પર કેવી રીતે તપાસવા (Checking)માં આવે છે. તેમણે કહ્યું કે, 90 ના દાયકા પછી જે સિસ્ટમ અસ્તિત્વમાં આવી, તેના કારણે કાશ્મીર (Jammu And Kashmir)ના ઘણા લોકો મુખ્યપ્રવાહથી અલગ થઈ ગયા.

1990 બાદ કાશ્મીર: સૈન્ય અધિકારીએ કહ્યું- અહીંની 'મા'ને મળી રહી છે હાર
1990 બાદ કાશ્મીર: સૈન્ય અધિકારીએ કહ્યું- અહીંની 'મા'ને મળી રહી છે હાર

By

Published : Oct 20, 2021, 10:29 PM IST

  • લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લને 'પાકી'ને ગણાવ્યો અપશબ્દ
  • કાશ્મીરમાં જેમના બાળકો મદરેસામાં ધકેલવામાં આવે છે તે 'માતા'ઓ હારી રહી છે
  • 90ના દાયકા પછીની વ્યવસ્થાના અસ્તિત્વમાં આવ્યા પછી કાશ્મીરી મુખ્યધારાથી અલગ થયા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ (Terrorist In Jammu And Kashmir)નો કહેર વધ્યો છે. આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી સતત હુમલાઓ કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લને (Lt Gen KJS Dhillon) કહ્યું છે કે, જે લોકો વિદેશ યાત્રા કરી ચૂક્યા છે, તેઓ જાણે છે કે એરપોર્ટ પર કેવી રીતે તપાસ થાય છે. તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન પશ્ચિમી દુનિયાનામાં 'પાકી' કહેરાવું ગાળ સમજવામાં આવે છે.

હારવાનું કોણ છે?

શ્રીનગર (Sringar)માં એક કાર્યક્રમ દરમિયાન ઢિલ્લને પ્રશ્ન કર્યો કે, શું તમે આવો સમાજ બનાવવા ઇચ્છો છો? શું તમે ઇચ્છો છો કે જ્યારે કોઈ તમને કાશ્મીરી કહે તો આ ગુનો છે? ઉલ્લેખનીય છે કે ઢિલ્લન રાજપૂતાના રાઇફલ્સ (Rajputana Rifles)માં છે. ઢિલ્લને જમ્મુ-કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન કર્યો, હારવાનું કોણ છે? આપણી કાશ્મીરી માતાઓ, જેમના બાળકો મદરેસામાં ધકેલી દેવામાં આવે છે અને એક દિવસ, વર્ષની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું. તેમણે કહ્યું કે, 90ના દાયકા પછી જે વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તેના કારણે માના દીકરાઓને કા તો શિક્ષિત ન કરી શકાયા અથવા અથડામણમાં મારી નાંખવામાં આવ્યા.

4 આંતકવાદીઓ ઠાર

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક સામાન્ય નાગરિકોનું ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવ્યું. તો સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓનો સફાયો શરૂ કરી દીધો છે. સુરક્ષાદળોએ આજે પણ શોપિયામાં, પછી કુલગામમાં 2-2 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના 3 જવાનો પણ ઘાયલ થયા છે અને આમાંથી એક જવાન સારવાર દરમિયન શહીદ થયા છે.

આ પણ વાંચો: ભારત ચાઇના એલએસી તવાંગ સેક્ટર ડિસ્પ્યુટ બોફોર્સ ગન્સ તૈનાત

આ પણ વાંચો: અફઘાનમાં તાલિબાન અને પાકિસ્તાનના કારણે 1990 જેમ કાશ્મીરમાં હિન્દુઓની હત્યા : બજરંગ દળ

ABOUT THE AUTHOR

...view details