ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ISIને ભારતીય સેનાની ગુપ્ત માહિતી આપનાર ઝડપાયો

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાની એજન્સી ISIનો ગુપ્તચર રાજસ્થાનના પોખરણમાંથી ઝડપી પાડ્યો છે. ગુપ્તચર છેલ્લા 2 વર્ષથી સેનાના ગુપ્તદસ્તાવેજ પાકિસ્તાન પહોંચાડી રહ્યો હતો. પાકિસ્તાનથી હવાલા મારફતે તેને તગડી રકમ આપવામાં આવી રહી હતી.

http://10.10.50.70//delhi/15-July-2021/dl-ndl-01-spywas-active-fromlast-twoyears-vis-7201351_15072021133047_1507f_1626336047_926.jpg
http://10.10.50.70//delhi/15-July-2021/dl-ndl-01-spywas-active-fromlast-twoyears-vis-7201351_15072021133047_1507f_1626336047_926.jpg

By

Published : Jul 15, 2021, 10:55 PM IST

  • દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો પાકિસ્તાની ગુપ્તચર
  • પોખરણની પાકિસ્તાન આપી રહ્યો હતો માહિતી
  • હવાલાથી મળતા હતા પૈસા

નવી દિલ્હી:દિલ્હી પોલિસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા જાસૂસ હબીબુર્રહમાનના નિવેદન પરથી સેનામાં તૈનાત પરમજીતને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ લગભગ 2 વર્ષથી ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ પાકિસ્તાનની ગુપ્ત એજન્સીને આપતા હતા અને તેમને આ અંગે સારા પૈસા પણ આપવામાં આવતા હતા. બીજી તરફ ભારતીય સેનાએ પણ આ અંગેની ખરાઇ કરી છે કે તેમની પાસેથી જે દસ્તાવેજો મળી આવ્યા છે તે સેનાના ગુપ્ત દસ્તાવેજ છે.

પોખરણની પાકિસ્તાન આપી રહ્યો હતો માહિતી

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે પોખરણમાં રહેતો હબીબુર્રહમાન સેનાના ગુપ્ત દસ્તાવેજે લીક કરી રહ્યો છે આથી તેમણે તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઘણા ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યા હતાં. જે ભારતીય સેનાને બતાવવામાં આવ્યા તો તેમણે આ વાતને સ્વિકારી હતી કે આ ગુપ્ત દસ્તાવેજ છે. આથી ઑફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

હવાલાથી મળતા હતા પૈસા

પુછપરછમાં હબીબુર્રહમાને સ્વિકાર્યુ હતું કે તેના કેટલાક સંબંધીઓ પાકિસ્તાન સ્થિત પંજાબના સિંધ પ્રાંતમાં રહે છે . 2 વર્ષ પહેલાં તે પરીજનોને મળવા માટે પાકિસ્તાન ગયો હતો. આ સમયે ગાળા દરમ્યાન તે એવા સંગઠનોના સંપર્કમાં આવ્યો જેણે પૈસાની લાલચ આપીને તેને જાસૂસી કરવા માટે પ્રલોભન આપ્યું હતું. આ સમય ગાળામાં તેનો પરીચય પરમજીત સાથે થયો તે સમયે તે પોખરણમાં તૈનાત હતો. જે તેને પોખરણ અને આગરા સ્થિત સેના મથકના ગુપ્ત દસ્તાવેજ આપતો હતો. હબીબુર્રહમાન વોટ્સઅપ દ્વારા પાકિસ્તાનના આઇએસઆઇને આ માહિતી આપતો હતો. પાકિસ્તાનથી હવાલા દ્વારા તેના બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવતા હતાં. પોલીસે પરમજીતની ધરપકડ કરી છે જ્યારે હબીબુર્રહમાનના બેન્ક એકાનઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details