- જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોનું આંતકવાદી વિરુદ્ધ ઓપરેશન
- સુરક્ષા બળો દ્વારા 4 આંતરવાદી ઠાર
- ઓપરેશન દરમિયાન એક જવાન ઈજાગ્રસ્ત
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શેપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ આઈજી વિજય કુમારના મુજબ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર દરમિયાન ચાર આંતકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા બધા આંતકી લશ્કર-એ-તૈયબાના કહેવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના શોપિંયામાં સેના દ્વારા 4 આતંકીઓ ઠાર શોપિંયામાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવ્યું એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર પર પત્રકાર પરિષદમાં આઈજી વિજય કુમારે કહ્યું હતું કે ગોળીબારી દરમિયાન સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આઈજીએ કહ્યું કે, સુરક્ષાદળોનું ઓપરેશન પુરુ થઇ ગયું છે અને હાલ સ્થિતી નિયંત્રણમાં છે.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર : પુલવામામાં આતંકીઓએ યુવકને ગોળી મારી કરી હત્યા કરી
સુરક્ષાદળોને મળી મોટી સફળતા
આઈજી કુમારે જણાવ્યું કે શોપિયાના મનિહિલ બાતપુરા ક્ષેત્રમાં મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે ટીમને પહેલા શોપિયા જિલ્લામાં આંતરવાદી હોવાની જાણકારી મળી હતી. જે પછી સુરક્ષાદળોએ જિલ્લાના મનિહિલ બાતાપુરા ક્ષેત્રમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ તપાસ અભિયાન દરમિયાન આંતકવાદીઓએ પોતાના તરફ સુરક્ષાદળો આવતા જોતા તેમના પર ગોળીબારી કરી હતી. આ અથડામણ દરમિયાન જિલ્લાની ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. ટીમે ચાર આંતકીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આંતકીને ઠાર માર્યા, 1 પોલીસ જવાન શહીદ
તેમણે કહ્યું કે, આ સંયુક્ત ઓપરેશનને સેનાના 34 આરઆર, પોલીસ અને સીઆરપીફને મળીને પુરું કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસને એક એકે-47 અને એક પિસ્તોલ મળી આવી હતી. વિશેષ રુપથી દક્ષિણ કાશ્મીરમાં જે વાહન અને જવાન તૈનાત કરવામાં આવી રહ્યા છે તેમને વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે એક સિરીઝ રાઇફલ્સમાં ઉપયોગ થનારી ગોળીઓ અને અન્ય વિસ્ફોટક પર ચીની તકનીકથી હાર્ડ સ્ટીલ કોરનું કવર લગાવવામાં આવી રહ્યું છે. જેનાથી ગોળીઓની મારણ ક્ષમતા વધી જાય છે.