- જમ્મુ -કાશ્મીરમાં ભારતીય સેનાને જબરદસ્ત સફળતા
- સેનાએ ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓને ઠાર કર્યા
- ઓપરેશનમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે
- આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
શ્રીનગર : સેના સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ સાબિત કરી રહી છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને પકડ્યા હતા, જેઓ ભારતીય ભૂમિ પર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. સેનાએ ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. સાથે જ આ ઓપરેશનમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. સેનાનું આ ઓપરેશન 18 સપ્ટેમ્બર એટલે કે LOC નજીક ઉરીમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પકડાયેલા આતંકવાદીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : Ramoji Groupની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા