ઉત્તરકાશી :ઉત્તરકાશીના દ્રૌપદીનાડાંડા 2 (Draupadi Danda 2) શિખર ચઢાણ દરમિયાન હિમપ્રપાતની (Uttarkashi Avalanche) ઘટનામાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના (Nehru Institute Of Mountaineering) બે તાલીમાર્થીઓ હજુ પણ ગુમ છે, જેમની શોધ ચાલુ છે. SDRFની ટીમ તિરાડમાં ઉતર્યા બાદ ગુમ થયેલા તાલીમાર્થીઓને શોધી રહી છે. તે જ સમયે, આર્મીના સેન્ટર કમાન્ડ લખનૌની ડોગ સ્ક્વોડમાં તૈનાત ઈન્દ્ર અને રઝિયાએ (Army Dogs Indra And Razia) પણ ગુમ થયેલા આરોહકોને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
5 દિવસ સુધી ચાલ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન :17 હજાર ફૂટની ઉંચાઈ પર 5 દિવસ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આ 2 કૂતરાઓએ 4 મૃતદેહો શોધી કાઢ્યા હતા. આવા અનેક બચાવ કાર્યમાં ઈન્દ્રા અને રઝિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દ્રૌપદીનાડાંડા 2 (Draupadi Danda 2) હિમસ્ખલનથી માર્યા ગયેલા 29 પર્વતારોહકોના પરિવારોએ આ ઘટના માટે નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગને (Nehru Institute Of Mountaineering) જવાબદાર ઠેરવ્યું છે.
2 બહાદુર શ્વાન ઈન્દ્ર અને રઝિયા :હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ ગુલમર્ગ, ITBP, SDRF, આર્મી, એરફોર્સ અને NDRF અને NIMના સૈનિકો ગુમ થયેલા આરોહકોને શોધવા માટે રોકાયેલા છે. આ ટીમોને ટેકો આપી રહ્યા છે સેનાના 2 બહાદુર શ્વાન જેમના નામ ઈન્દ્ર અને રઝિયા (Army Dogs Indra And Razia) છે. ઈન્દ્રા 5 વર્ષનો અને રઝિયા 6 વર્ષની લેબ્રાડોર બ્રીડના શ્વાન છે અને જન્મથી જ સેનામાં સેવા આપી રહી છે.
શ્વાન ઈન્દ્ર અને રઝિયા 6કલાક કરતા હતા કામ :સેનાના જવાનોના જણાવ્યા અનુસાર આ બંને શ્વાને 17 હજાર ફૂટની ઉંચાઈએ રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગ લીધો હતો અને 4 ક્લાઇમ્બર્સના મૃતદેહની શોધખોળ કરી હતી. ઈન્દ્રના હેન્ડલર લાન્સ નાઈક પ્રભુદાસ અને રઝિયાના હેન્ડલર લાન્સ નાઈક શુભંકર પાલે જણાવ્યું હતું કે, બંને જન્મથી જ સેનામાં છે. બંનેએ અત્યાર સુધી અનેક બચાવ કાર્યમાં ભાગ લીધો છે. ડોકરાણી બમાક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યુ દરમિયાન બંને પાંચથી 6 કલાક કામ કરતા હતા. ઈન્દ્ર અને રઝિયા એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા માટલી હેલિપેડ પહોંચ્યા હતા. તે હવે થોડા દિવસ તેખલા ખાતે આર્મી કેમ્પમાં રહેશે. જરૂર પડશે તો તેમને ફરીથી સ્થળ પર મોકલવામાં આવે તેવી શક્યતા છે.
ઘટનાઓનો ક્રમ જાણો
- 4 ઓક્ટોબરે સવારે 9.45 વાગ્યે ટ્રેઇની ક્લાઇમ્બર્સ અને ટ્રેનર્સ હિમપ્રપાતનો ભોગ બન્યા હતા.
- 4 ઑક્ટોબરે 4 મૃતદેહો મેળ્યા હતા.
- 5 ઓક્ટોબરના રોજ 42 ક્લાઇમ્બર્સમાંથી 13ને બચાવી લેવામાં આવ્યા હતા.
- 6 ઓક્ટોબરે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને 15 મૃતદેહો બહાર કાઢ્યા હતા.
- 7 ઓક્ટોબરના રોજ બચાવ ટીમે વધુ 7 મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાના દિવસે મળેલા 4 મૃતદેહોને ઉત્તરકાશી લઈ જવામાં આવ્યા હતા.
- 8 ઓક્ટોબરના રોજ એડવાન્સ બેઝ કેમ્પથી માટલી હેલિપેડ સુધી 7 મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા. બચાવ ટીમે સ્થળ પરથી અન્ય એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.
- 9 ઓક્ટોબરે સેનાના હેલિકોપ્ટર દ્વારા 10 મૃતદેહો માટલી લાવવામાં આવ્યા હતા.
- અત્યાર સુધીમાં 27 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે.
- 2 પર્વતારોહકો હજુ પણ ગુમ છે.
- હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી રોકી દેવામાં આવી છે.