ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Army Day 2022: જૈસલમેરમાં પ્રદર્શિત કરાશે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહપ્રધાને આર્મી દિવસની આપી શુભેચ્છા - President Ramnath Kovind wishes Army Day

ખાદીથી બનેલો વિશાળ રાષ્ટ્રીય ધ્વજ 'તિરંગા' સેના દિવસ (Army Day 2022) પર શનિવારે રાજસ્થાનના જૈસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પર (Worlds largest Khadi National Flag display in Jaisalmer) પ્રદર્શિત કરાશે. આજે ભારતીય સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ઉચ્ચ નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

Army Day 2022: જૈસલમેરમાં પ્રદર્શિત કરાશે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહપ્રધાને આર્મી દિવસની આપી શુભેચ્છા
Army Day 2022: જૈસલમેરમાં પ્રદર્શિત કરાશે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહપ્રધાને આર્મી દિવસની આપી શુભેચ્છા

By

Published : Jan 15, 2022, 10:20 AM IST

Updated : Jan 15, 2022, 11:50 AM IST

નવી દિલ્હીઃ રાજસ્થાનના જૈસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પર સેના દિવસ નિમિત્તે (Army Day 2022) ખાદીથી બનેલો વિશાળ રાષ્ટ્રીય ધ્વજ 'તિરંગા' પ્રદર્શિત (Army Day 2022) કરવામાં આવશે. આ ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ (Worlds largest Khadi National Flag display in Jaisalmer) છે. આજે ભારતીય સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 9President Ramnath Kovind wishes Army Day), વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ઉચ્ચ નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો-Makar Sankranti 2022: અક્ષય કુમારથી લઈને હેમા માલિનીએ ફેન્સને સંક્રાંતિની પાઠવી શુભેચ્છા

MSME મંત્રાલયે આપી માહિતી

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા લોંગેવાલામાં આ વિશાળ તિરંગાને પ્રદર્શિત કરવામાં આવશે. લોંગેવાલા સીમા ચોકી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એક ઐતિહાસિક લડાઈની (Worlds largest Khadi National Flag display in Jaisalmer) સાક્ષી રહી છે.

આ પણ વાંચો-Tesla Launch in India: મસ્કે શેર કરી અપડેટ, કહ્યું- અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છીએ

જૈસલમેરમાં સીમા ચોકી પર રાષ્ટ્રીય ધ્વજ કરાશે પ્રદર્શિત

આ નિવેદન અનુસાર, ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ (Worlds largest Khadi National Flag display in Jaisalmer) સેના દિવસ નિમિત્તે (Army Day 2022) જૈસલમેરમાં આવેલી સીમા ચોકી પર પ્રદર્શન માટે રાખવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 225 ફૂટ લાંબા, 150 ફૂટ પહોળા અને 1,400 કિલો વજન ધરાવતા આ વિશાળ તિરંગાને પ્રદર્શિત કરવાનો અહીં પાંચમું સાર્વજનિક પ્રદર્શન હશે.

Last Updated : Jan 15, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details