શ્રીનગર:ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં શુક્રવારે બપોરે ગુજરાં નાળા પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Bandipora Army helicopter crashes) થયું હતું. પોલીસ અધિકારીએ (BandiporaPolice officer) જણાવ્યું કે ગુરેઝ ઘાટીના ગુજરાં નાળામાં હેલિકોપ્ટર ક્રેશ (Army helicopter crashes) થયાની માહિતી મળતા જ ત્યાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બાંદીપોરા ગુરેઝમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ અભિયાન શરૂ - Police officer
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુજરાં નાળા પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Bandipora Army helicopter crashes) થયું હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બાંદીપોરા ગુરેઝમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ અભિયાન શરૂ
હેલિકોપ્ટરના પાયલટ અને કો-પાયલટની શોધખોળ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તે જ સમયે, એસડીએમ ગુરેઝે કહ્યું કે દુર્ઘટના બાદ સેનાના હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.