- સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે
- સરકાર આર્મી, નેવી અને એરફોર્સના વરિષ્ઠ કમાન્ડરોની એક કમિટી બનાવશે
- કેબિનેટની નિમણૂક સમિતિને વિચારણા માટે નામ મોકલવામાં આવશે
નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) જનરલ બિપિન રાવતના (General Bipin Rawat) નિધન બાદ CDSનું પદ ખાલી થયું છે. સરકાર ટૂંક સમયમાં આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની (CDS) નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને ટોચના પદ માટે સૌથી આગળ આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે (Army chief General Manoj Mukund Naravane) છે.
જનરલ નરવણેને આ પદ પર નિમણૂક કરવી તે સમજદારીભર્યું પગલું હશે
કેટલાક નિવૃત્ત સૈન્ય કમાન્ડરોએ કહ્યું કે, જનરલ નરવણેને આ પદ પર નિમણૂક કરવી તે સમજદારીભર્યું પગલું હશે કારણ કે, તે પાંચ મહિનામાં આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થવાના છે. તે પછી સરકાર આ પગલું લઈ રહી છે. આ બાબતથી વાકેફ લોકોએ ગુરુવારે કહ્યું કે, સરકાર આર્મી, નેવી અને એરફોર્સના વરિષ્ઠ કમાન્ડરોની એક કમિટી બનાવશે. આગામી બે-ત્રણ દિવસમાં ત્રણેય સેનાઓ તરફથી મળેલી ભલામણોના આધારે સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારબાદ તેને રક્ષામંત્રી રાજનાથ સિંહને મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ પણ વાંચો:General Naravane next CDS : શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે?
કેબિનેટની નિમણૂક સમિતિને નામ મોકલવામાં આવશે
સંરક્ષણ પ્રધાન પાસેથી મંજૂરી મળ્યા પછી નામો કેબિનેટની નિમણૂક સમિતિને વિચારણા માટે મોકલવામાં આવશે. જે ભારતના આગામી CDSના નામ પર અંતિમ નિર્ણય લેશે. આ મામલાથી પરિચિત લોકોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચીફ ઑફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફથી (Chief of Integrated Defense Staff) લઈને ચીફ ઑફ સ્ટાફ કમિટીના (Chief of Staff Committee) અધ્યક્ષ સુધી, સમિતિ CDSના પદ માટે સંભવિત ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાનું સંકલન કરશે.
CDSમાં જનરલ નરવણેની નિમણૂકની શક્યતાઓ