તેજપુર: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર આજે સવારથી નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ હેલિકોપ્ટર તેની નિયમિત ઉડાન પર હતું. આ દરમિયાન અચાનક હેલિકોપ્ટર ગાયબ થઈ ગયું હતું. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં સવારે લગભગ 9.15 વાગ્યે હેલિકોપ્ટરનો રડાર સંપર્ક તૂટી ગયો હતો. સંરક્ષણ પ્રવક્તા સૂત્રોએ જણાવ્યું કે હેલિકોપ્ટરને શોધવા માટે ભારતીય સેનાની સર્ચ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ: સામે આવેલી માહિતી પ્રમાણે હેલિકોપ્ટરમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારી અને ક્રૂ મેમ્બર્સ અને પાયલોટ હેલિકોપ્ટરમાં સવાર હતા. દિરાંગના સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે તેઓએ દિરાંગથી લગભગ 100 કિમી દૂર મંડલા બાજુથી થોડો ધુમાડો જોયો હતો. ધુમાડો જોઈને અરુણાચલ પ્રદેશ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. તે પશ્ચિમ વિલમ જિલ્લામાં મંડલેમાં 100 બુદ્ધ સ્તૂપનું સ્થાન છે.
આ પણ વાંચો:CDS Bipin Rawat 66 Birth Anniversary : દેશના પહેલા CDS, જાણો બહાદુર ઓફિસર બિપિન રાવત વિશે