ઇમ્ફાલ: મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઇફલ્સને તૈનાત કરવામાં આવી છે. સેનાના પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે અત્યાર સુધી સુરક્ષા દળો દ્વારા હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી 4,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે.
Manipur Violence: હિંસાગ્રસ્ત મણિપુરમાં સેના તૈનાત, ઈન્ટરનેટ 5 દિવસ માટે બંધ - Army deployed in Manipur
મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. મણિપુરમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સને તૈનાત કરવામાં આવી છે. ગુરુવારે સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી હતી. મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે સેના અને આસામ રાઈફલ્સને રાત્રે બોલાવવામાં આવ્યા હતા અને રાજ્ય પોલીસની સાથે દળોએ સવાર સુધીમાં હિંસા પર કાબૂ મેળવી લીધો હતો. તેમણે કહ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. ઇમ્ફાલ ખીણમાં પ્રભાવશાળી બિન-આદિવાસી મેઇતેઇ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની માગણી સાથે, ચુરાચંદપુર જિલ્લાના તોરબાંગ વિસ્તારમાં 'ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર' (ATSUM) દ્વારા બોલાવવામાં આવેલી 'આદિજાતિ એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી.
Rahul Gandhi in Ranchi Court: મોદી અટક કેસમાં રાહુલને રાંચી કોર્ટમાં હાજર થવાનો કડક આદેશ, અરજી ફગાવી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હજારો આંદોલનકારીઓએ માર્ચમાં ભાગ લીધો હતો, જે દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીએ કહ્યું કે, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણી વખત ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેમણે કહ્યું કે, ખીણમાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કાંચીપુરમ અને ઇમ્ફાલ પૂર્વના સોઇબામ લીકાઇ વિસ્તારોમાં ઉશ્કેરાયેલા યુવાનો એકઠા થતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.