ગુજરાત

gujarat

ETV Bharat / bharat

5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ

અરિંદમ નામના બાળકે 13 સેકન્ડ 7 ડેસીસેકંડની અંદર સૌથી ઝડપથી 100 બોક્સીંગ પંચને ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ
5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ

By

Published : Jul 10, 2021, 10:33 AM IST

  • 5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
  • 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ
  • વિજેન્દ્ર સિંહ અને મેરી કોમ અરિંદમનાં પ્રિય બોકર્સ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં અરિંદમ નામના એક બાળકએ 13 સેકન્ડ 7 ડેસીસેકંડની અંદર સૌથી ઝડપથી 100 બોક્સીંગ પંચને ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાંચ વર્ષીય અરિંદમ કહે છે કે, તે બોક્સિંગને પસંદ કરે છે. તે કહે છે કે, તે સવારે દોઢ કલાક અને સાંજે દોઢ કલાક પ્રેક્ટિસ કરે છે. વિજેન્દ્ર સિંહ અને મેરી કોમ અરિંદમનાં પ્રિય બોકર્સ છે. અરિંદમ કહે છે કે, હું એક મોટો બોક્સર બનવા માંગુ છું. અરિંદમ હવે ફર્સ્ટ ક્લાસમાં છે. બીજી તરફ, અરિંદમની ઇચ્છા છે કે મેરી કોમ ઓલિમ્પિક્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવો જોઈએ.

5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ

અરિંદમ 5 વર્ષનો હતો ત્યારે પિતા લાવ્યા પંચીગ બેગ

અરિંદમના પિતા કહે છે કે, જ્યારે તે પાંચ વર્ષનો હતો, ત્યારે હું તેમના માટે પંચીગ બેગ લઈને આવ્યો હતો. તે ઘણી વાર કહેતો હતો કે, પાપા મારા માટે પંચીગ બેગ લાવો. તે પછી તેણે પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારે જ એક દિવસ મેં તેને ન્યૂઝ પેપર બતાવ્યુ અને કહ્યું કે જો તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, પછી તેણે પણ કહ્યું કે હું પણ વર્લ્ડ રેકોર્ડ બનાવીશ.

લોકડાઉન દરમિયાન ઘરે જ પ્રેક્ટિસ કરતો

તે પછી તેણે પ્રેક્ટિસ શરૂ કરી, જ્યારે તે થાકતો હતો, ત્યારે હું તેને થોડી વાર માટે રહેવા દેવા કહેતો હતો, પરંતુ તે પ્રેક્ટિસ કરવાનું છોડતો નહિ. જ્યારે કોરોના દરમિયાન લોકડાઉન થતું હતું ત્યારે મેં અરિંદમને ઘરે જ તાલીમ આપી હતી. તે સતત ઘરે જ પ્રેક્ટિસ કરતો હતો. "અરિંદમના પિતા આગળ કહે છે કે, હું એથ્લેટિક્સ પણ રમતો હતો, પરંતુ તે પછી હું ઈજાગ્રસ્ત થઈ ગયો, પછી મેં રમવાનું બંધ કરી દીધું. હવે હું એકેડેમીમાં જોડાયો છું, જ્યાં અરિંદમ તાલીમ લે છે.

5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ

આ પણ વાંચોઃGenius World Record of India: કારાવાસનો કેદી બન્યો કલાકાર

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે અરિંદમને ટી-શર્ટ અને સર્ટિફિકેટ મોકલ્યા

આ પછી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે કહ્યું કે, તમે જે વીડિયો બનાવ્યો છે, જે અમારી ટીમ જોશે. મેં ટીમને આ વીડિયો મોકલ્યો છે. આ પછી મને જાણ કરવામાં આવી કે તમારા પુત્રની પસંદગી કરવામાં આવી છે. તે પછી તેણે અરિંદમને ટી-શર્ટ અને સર્ટિફિકેટ મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details