બેંગલુરુ: બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્જેન્ટિનાના YPF પ્રમુખ પાબ્લો ગોન્ઝાલેઝ હાજર રહ્યા હતા. આર્જેન્ટિનાના YPF પ્રમુખ પાબ્લો ગોન્ઝાલેઝે PM મોદીને લિયોનેલ મેસીની ફૂટબોલ જર્સી ભેટમાં આપી.
ઈન્ડિયા એનર્જી વીક-2023નું ઉદ્ઘાટન: PM મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક-2023નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ બેંગલુરુમાં ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી બતાવી હતી. જેમાં PM મોદીએ વૈશ્વિક રોકાણકારોને દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણની તકોનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. PM મોદીએ તેમના સંબોધનમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણની તકોનો લાભ લેવા આહ્વાન: કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, 'બેંગલુરુ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઈનોવેશનની ઉર્જાથી ભરેલું શહેર છે. હું તમને ભારતના ઉર્જા ક્ષેત્રમાં તમામ તકોનો લાભ લેવાનું કહી રહ્યો છું. ભારત આજે રોકાણ માટે સૌથી યોગ્ય સ્થળ છે. ઈન્ડિયા એનર્જી વીકમાં વિવિધ દેશોના ઘણા પ્રધાનો, કોર્પોરેટ નેતાઓ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.