મુંબઈ :સલમાન ખાનના મોટા ભાઈ એક્ટર અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે 24 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. અરબાઝ-શૌરાના પ્રાઈવેટ લગ્ન સમારોહની ઝલક મેળવવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની રાહ પર બ્રેક લગાવતા અરબાઝખાને તેની નવી દુલ્હન શૌરાખાન સાથેના લગ્નની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમના લગ્ન મુંબઈમાં અરબાઝની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે યોજાયા હતા. જેમાં ખાન પરિવાર અને કેટલાક ખાસ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
અરબાઝ-શૌરાના લગ્ન :અરબાઝ ખાન અને શૌરા ખાને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાના પ્રાઈવેટ લગ્નની ઝલક બતાવી હતી. તેમના લગ્નની ખાસ તસવીરો શેર કરતા નવદંપતિએ કેપ્શનમાં લખ્યું, મારા ખાસ લોકોની હાજરીમાં હું અને મારા જીવનભરનો પ્રેમ આજથી એક નવું જીવન શરૂ કરી રહ્યા છીએ. અમારા ખાસ દિવસે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે. અરબાઝના ભાઈ સલમાન અને સોહેલ ખાન સહિત તેના માતા-પિતા સલીમ અને સલમા ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. અરહાને પણ તેના પિતાના બીજા લગ્નમાં હાજરી આપી હતી.
ભાઈજાન ઝૂમી ઉઠ્યા : ફક્ત ખાસ મહેમાનોની હાજરીમાં યોજાયેલ અરબાઝ-શૌરાના પ્રાઇવેટ લગ્ન સમારોહના ફોટો અને વીડિયો હવે સામે આવી રહ્યા છે. સલમાન ખાન લગ્નમાં મનમૂકીને નાચતા જોવા મળ્યા હતા. ઉપરાંત સલમાન ખાને નવી ભાભી સાથે 'તેરે મસ્ત-મસ્ત દો નૈન' પર જોરદાર ડાન્સ કર્યો હતો. નવપરણિત કપલને ફ્લોરલ પ્રિન્ટેડ વેડિંગ આઉટફિટમાં જોઈ શકાય છે. ફ્લોરલ પીચ કલરના વેડિંગ ડ્રેસમાં શૌરા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે હેવી નેકપીસ, ન્યૂડ લિપ કલર, ગ્લોઈંગ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે આ ખાસ દિવસ માટે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આવી રીતે શરૂ થઈ અરબાઝ-શૌરાની લવસ્ટોરી :અરબાઝ ખાન અને શૌરા ખાન પહેલીવાર 'પટના શુક્લા' ના સેટ પર મળ્યા હતા. આ પહેલા અરબાઝે મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. બંને 19 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા. ત્યારબાદ તેઓએ માર્ચ 2016 માં અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી અને 11 મે 2017 ના રોજ બંનેએ છૂટાછેડા લીધા હતા. શૌરાખાનની વાત કરીએ તો તે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેકઅપ આર્ટિસ્ટ છે. ઉપરાંત તેઓ રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાનીની ખૂબ નજીક છે.
- Dunki movie release : 'ડંકી'ને લઈને ચાહકોનો ઉત્સાહ જોઈને 'કિંગ ખાને' કહ્યું- અરે હવે ફિલ્મ જોવા જાવ...
- Dunki Screening At Rashtrapati Bhavan: રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે 'ડંકી'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ