- PF પરના વ્યાજ દરને 8.5 ટકા કરવાની મંજૂરી
- PF પરનું વ્યાજ ટૂંક સમયમાં ખાતાધારકોના ખાતામાં જમા થશે
- આ વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો
નવી દિલ્હી: ભારત સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નાણાકીય વર્ષ 2020-21 માટે PF પરના વ્યાજ દરને 8.5 ટકા કરવાની મંજૂરી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નાણાકીય વર્ષ 2020-21 માટે PF પરનું વ્યાજ ટૂંક સમયમાં ખાતાધારકો (Account Holders)ના ખાતામાં જમા થઈ શકે છે.
વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો
સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કુલ 8.50 ટકા વ્યાજ મળશે. જો કે આ વ્યાજ દર છેલ્લા 7 વર્ષમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ 2016-17માં 8.65% વ્યાજ મળતું હતું. એક સમય એવો પણ હતો જ્યારે PF પર વ્યાજ 12% હતું. આ પછી સતત કપાત થતી રહી અને આજે વ્યાજ 8.50 ટકા પર અટકી ગયું છે.
પ્રથમ વખત 8 ટકા વ્યાજ દર
1977-78માં પ્રથમ વખત વ્યાજ દર 8 ટકાએ પહોંચ્યો હતો. ત્યારથી તે આનાથી ઉપર રહ્યો છે, પરંતુ 1978-79માં પીએફ ધારકોને સૌથી મોટો ફાયદો મળ્યો હતો. જ્યારે સરકારે તેને વધારીને 8.25% કર્યો અને સાથે જ 0.5% બોનસ પણ આપ્યું. જો કે આ બોનસ એવા લોકો માટે લેવામાં આવ્યું છે જેમણે ક્યારેય તેમનું PF ઉપાડ્યું ના હોય. બોનસ તરીકે મળનારી રકમ 1976-1977 અને 1977-1978ના PF પર જ આપવામાં આવી હતી.
1952માં કરવામાં આવી હતી શરૂઆત
EPFOની શરૂઆત ભારત સરકાર દ્વારા 1952માં કરવામાં આવી હતી. આ એ સમયગાળો હતો જ્યારે ભારત આઝાદી પછી પ્રથમ વખત કામદારોને સામાજિક સુરક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે EPFO હેઠળ 1952 એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અહીંથી PF પર વ્યાજની શરૂઆત થઈ. શરૂઆતમાં વ્યાજ ખૂબ જ ઓછું હતું, માત્ર 3 ટકા. નાણાકીય વર્ષ 1955-56માં PF પર વ્યાજ દર 3.50% નક્કી કરવામાં આવ્યો હતો. 1963-64માં તે વધીને 4% પર પહોંચ્યો.
આ છે ભવિષ્ય નિધિ ફંડ
કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક પ્રકારનું રોકાણ છે, જે સરકારી અથવા બિન-સરકારી કંપનીમાં કામ કરતા કર્મચારી માટે છે. PF દરેક નોકરી કરતા વ્યક્તિના ભવિષ્યમાં મદદરૂપ થાય છે. આ ભંડોળ EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા જાળવવામાં આવે છે. કાયદાના નિયમો અનુસાર, જે કંપનીમાં 20થી વધુ લોકો કામ કરે છે, તેણે EPFOમાં નોંધણી કરાવવી જરૂરી છે. આ અંતર્ગત પગારદાર વ્યક્તિના પગારનો અમુક હિસ્સો દર મહિને અહીં જમા થાય છે અને આ પૈસા નિવૃત્તિ સમયે કામ આવે છે.
આટલું કપાય છે PF
EPFO હેઠળ આવતી કંપનીઓમાં કામ કરતા કર્મચારીના પગારમાંથી 12% ભાગ કાપવામાં આવે છે. આ જ ભાગ કંપનીના ખાતામાંથી પણ જમા થાય છે. નોંધનીય છે કે તમારા પગારમાંથી કાપવામાં આવેલા સંપૂર્ણ 12% તમારા ખાતામાં જશે, પરંતુ કંપનીના ખાતામાંથી કાપવામાં આવેલા 12%માંથી 3.67% PFમાં અને 8.33% EPS (કર્મચારી પેન્શન યોજના)માં જમા થાય છે. ઉદાહરણ તરીકે જો તમારો મૂળ પગાર 6500થી છે, તો તમારી કંપનીના 8.33% એટલે કે રૂ. 541 EPSમાં જમા થશે. બાકીના પૈસા EPFમાં જશે. તમારા EPFમાં કુલ 24% જમા થાય છે.
આ પણ વાંચો:Share Marketમાં દિવસભર જોવા મળી નબળાઈ, સેન્સેક્સ 677 અને નિફ્ટી 185 પોઈન્ટ ગગડીને બંધ થયો
આ પણ વાંચો: સેન્સેક્સમાં 722 અને નિફ્ટીમાં 202 પોઈન્ટના ગાબડા સાથે શરૂ થયું Share Market