ન્યૂઝ ડેસ્ક: ઈન્ડિયન નેવી 2022 (Recruitment 2022), ઈન્ડિયન નેવી SSC ભરતી 2022 માં જોડાઓ: શું આપને નોકરી નથી મળી રહી. શું આપ નોકરીની શોધમાં છો. તો હવે આપના માટે આવ્યા છે ખૂશીના સમાચાર. ઈન્ડિયન નેવીએ (Indian Navy Recruitment 2022) શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા તારીખ 21 ઓક્ટોબર આજથી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે.
Indian Navyમાં કુલ 212 જગ્યાઓ માટે ઓનલાઇન કરો અરજી - શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરની ભરતી
શું આપ નોકરીની શોધમાં છો. તો હવે આપના માટે આવ્યા છે ખૂશીના સમાચાર. ભારતીય નૌકાદળે શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરની (Indian Navy Recruitment 2022) જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે અંતર્ગત ઉમેદવારો પાસેથી ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં (Recruitment 2022) આવી છે.
કુલ 212 પદો પર ભરતી: રસ ધરાવતા ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે. ઈન્ડિયન નેવીમાં આ પ્રમાણે કુલ 212 પદો પર ભરતી કરવામાં આવી છે. જેમાં જનરલ સર્વિસની [GS(X)] HYDRO CADRE 56, એર ટ્રાફિક કંટ્રોલરની (ATC) 5, નેવલ એર ઓપરેશન ઓફિસરની 15, પાયલોટની 25, લોજિસ્ટિક્સની 20, એજ્યુકેશનની 12, એન્જિનિયરિંગની (જનરલ સર્વિસ) 25, ઇલેક્ટ્રિકલની (જનરલ સર્વિસ) 45 અને નેવલ કન્સ્ટ્રક્ટરની 14 જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત અને સુચના:પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો વધુ માહિતી મેળવવા માટે અધિકૃત વેબસાઇટ joinindiannavy.gov.in ની પર જઈ ભરતી સંબંધિત માહિતી ચકાસી શકે છે. ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા ગુણના આધારે આ પોસ્ટ્સપર કરવામાં આવશે. મેળવેલ માર્કસ પહેલા નોર્મલ કરવામાં આવશે. જેના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુની માહિતી ઉમેદવારોને મેઇલ અથવા SMS દ્વારા મોકલવામાં આવશે.