- આજે અપરા એકાદશીની ઉજવણી કરાશે
- અપરા એકાદશીને ક્રીડા એકાદશી પણ કહેવાય છે
- આ દિવસે ભગવાન વિષ્ણુ ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય છે
ન્યૂઝ ડેસ્કઃ જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી એટલે કે જલ ક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, પુંસવન સીમન્ત જેવા સંસ્કારો માટે અપરા એકાદશી શુભ દિવસ છે. આ વર્ષે અપરા એકાદશી 6 જૂન 2021 એટલે કે રવિવારે ઉજવવામાં આવશે. અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને સહસ્ત્રનામ વિષ્ણુ ચાલીસાના પાઠ કરવાથી લાભ મળશે. આ દિવસે વ્રત રાખવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ કુંવારી કન્યાઓ જો આ વ્રત કરે તો તેમને સુયોગ્ય પતિ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ કે આ દિવસે કયા કામ કરવા જોઈએ. માન્યતાઓ અનુસાર, એકાદશીના દિવેસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ ભક્તિથી ખુશ થઈને તમામ દુઃખ દૂર કરે છે.
આ પણ વાંચો-ચૈત્રી નવરાત્રીમાં 51 શક્તિપીઠમાં પૂજાનું છે અનોખું મહત્વ
અપરા એકાદશી 2021ના શુભ મુહૂર્ત