અમરાવતી : આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, TDP રાષ્ટ્રીય અધ્યક્ષ નારા ચંદ્રબાબુ નાયડુને 'કૌશલ્ય વિકાસ કેસ'માં વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના આધારે 4 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે. ચંદ્રબાબુ નાયડુ રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
ચંદ્રાબાબુ નાયડુને મોટી રાહત મળી છે : આ પહેલા ચંદ્રબાબુ નાયડુની તબિયતને લઈને સરકારી ડોક્ટરોનો મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યો હતો. પરિવારના સભ્યો, પાર્ટી કાર્યકર્તાઓ અને ચંદ્રાબાબુના અંગત ડોક્ટરે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને પાંચ પ્રકારની દવાઓની ભલામણ કરવામાં આવી હતી. ચંદ્રબાબુના સમર્થકો સેન્ટ્રલ જેલમાં બંધ તેમની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છે.
આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે : ચંદ્રાબાબુએ છાતીની સમસ્યાઓ, હાથ, ગરદન, પીઠ અને શરીરના અન્ય ભાગો અને ત્વચાની એલર્જીની સારવાર કરાવી હતી. ચંદ્રાબાબુને ઠંડી જગ્યાએ રાખવાના પગલાં લેવાની સાથે ડોક્ટરોએ તેમને પાંચ પ્રકારની દવાઓ આપવાની સલાહ આપી હતી. તેમાં બે પ્રકારના મલમ, બે ગોળીઓ અને એક લોશનનો સમાવેશ થતો હતો.
કૌશલ્ય વિકાસ કેસમાં જેલ ભોગવી રહ્યા છે : રાજામુન્દ્રી સેન્ટ્રલ જેલમાં ચંદ્રાબાબુ નાયડુની તપાસ કર્યા બાદ સરકારી ડોક્ટરોએ તેમના રિપોર્ટમાં કહ્યું હતું કે તેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તેમણે કહ્યું કે ચંદ્રબાબુ કેટલાક દિવસોથી વધારે ગરમીના કારણે ડિહાઇડ્રેશનથી પીડાતા હતા. ખાનગી ડૉક્ટરનું કહેવું છે કે ચંદ્રબાબુને હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથીની સમસ્યા છે. ડીહાઈડ્રેશનના કારણે હૃદયને અસર થવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી હતી.
- Chandrababu Letter: ચંદ્રબાબુનો ACB કોર્ટના ન્યાયાધીશને પત્ર, જેલમાં જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી
- Mahua Moitra Received text from Apple : મહુઆએ સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- મારો ફોન હેક થઈ રહ્યો છે, એપલ તરફથી મળ્યું એલર્ટ