ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Repeal Farm Law: સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે, કેબિનેટે મંજૂરી આપી - નરેન્દ્ર મોદી

મોદી કેબિનેટે ઔપચારિક રીતે કૃષિ કાયદાને પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી (UNION CABINET BRIEFING) આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ચાર મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના (Repeal Farm Law ) પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

Repeal Farm Law: સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે, કેબિનેટે મંજૂરી આપી
Repeal Farm Law: સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે, કેબિનેટે મંજૂરી આપી

By

Published : Nov 24, 2021, 5:17 PM IST

  • સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે
  • મોદી કેબિનેટે ઔપચારિક રીતે કૃષિ કાયદાને પાછો ખેંચવાની મંજૂરી આપી
  • નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેબિનેટે કૃષિ કાયદાને પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (ANURAG THAKUR UNION CABINET BRIEFING ) કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ચાર મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

80 કરોડથી વધુ લોકોને 5 કિલો ઘઉં અને ચોખા મફતમાં આપવાની યોજના

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે (CABINET MINISTER ANURAG THAKUR) કહ્યું કે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોવિડ રોગચાળાને કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના 80 કરોડથી વધુ લોકોને 5 કિલો ઘઉં અને ચોખા મફતમાં આપવાની યોજના છે. માર્ચ 2020થી અત્યાર સુધી યોજના આપવાનું કામ કર્યું છે. તેને વધુ 4 મહિના માટે ડિસેમ્બરથી માર્ચ 2022 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઔપચારિક રીતે પાછો ખેંચવાનો નિર્ણય

અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજે કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદાને ઔપચારિક રીતે પાછો ખેંચવાનો નિર્ણય (Repeal Farm Law ) લેવામાં આવ્યો છે. સંસદની કાર્યવાહી આવતા અઠવાડિયે શરૂ થશે, ત્યાં બંને ગૃહોમાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:ચૂંટણી લક્ષી નિર્ણય નથી, અમુક ખેડૂતો બિલને સમજી ના શક્યા: ડો.કિરીટ સોલંકી

આ પણ વાંચો:નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત પર નારણ રાઠવાએ આપી આવી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details