- 1 ઓક્ટોમ્બરથી શરૂ થશે સ્વસ્છ ભારત મિશન
- સમગ્ર દેશમાંથી 75 લાખ કિલો કચરો ભેગો કરવામાં આવશે
- દરેક ગામ-શહેરમાંથી કચરો ભેગો કરવામાં આવશે
દિલ્હી: કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અને ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરએ લોકોને સ્વસ્છતા કાર્યક્રમમાં જોડાવવા અપિલ કરી છે. યુવા ક્રાયક્રમ અને ખેલ મંત્રાલય આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશને પ્લાસ્ટીકના કચરામાંથી મુક્તિ અપવવા માટે સ્વસ્છ ભારત અભિયાનમાં જોડવવા અપિલ કરી રહ્યા છે. આની શરૂઆત 1 ઓક્ટોમ્બરથી થશે. તેની હેઠળ દેશમાંથી 75 લાખ કિલોગ્રામ કચરો ભેગો કરવામાં આવશે.
દરેક ગામ-શહેર માંથી કચરો ભેગો કરવામાં આવશે
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે." અમૃત મહોત્સવ અને ગાંધી જંયતીની અવસર પર 1 થી 31 ઓક્ટોમ્બર સુધી દેશમાં સ્વસ્છ ભારત અભિયાન મિશન ચલાવવામાં આવશે. આ દુનિયાનું સૌથી મોટુ અભિયાન હશે". આ પહેલા તેમણે જણાવ્યું કે, " અભિયાન હેઠળ દકેક ગામ અને જિલ્લામાં કચરો ભેગો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેના હેઠળ દરેક ગામમાંથી 30 કિલોગ્રામ કચરો અને જિલ્લામાંથી 10080 કિલોગ્રામ કચરો ભેગો કરવામાં આવશે. એક સાથે આટલી મોટી માત્રામાં કચરો ભેગો કરતા સ્વસ્છતાની એક અલગ જ તસવીર સામે આવશે "
આ પણ વાંચો :ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને