ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Antony Blinken In Auto: અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને દિલ્હીમાં કરી રીક્ષાસવારી, મસાલા ચાનો ચાખ્યો સ્વાદ

અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન ભારતની મુલાકાતે છે. ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે રીક્ષામાં સવારી પણ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને દિલ્હીમાં કરી રીક્ષાસવારી
અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને દિલ્હીમાં કરી રીક્ષાસવારી

By

Published : Mar 4, 2023, 12:59 PM IST

વીડિયોમાં એન્ટની બ્લિંકન રીક્ષામાં સવારી કરતા નજરે પડ્યા

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એન્ટની બ્લિંકન રીક્ષામાં સવારી કરતા નજરે પડ્યા હતા. આ સિવાય વિદેશ પ્રધાન એન્ટની બિલકને પોતે પણ કેટલીક તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે એન્ટની બ્લિંકન ક્વાડ મીટિંગ માટે ભારતની મુલાકાતે છે. આ દરમિયાન યુએસ મિશન દ્વારા જાહેર કરવામાં આવેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.

મસાલા ચાનો સ્વાદ ચાખ્યો: વીડિયોમાં એન્ટની બ્લિંકન રીક્ષામાંથી નીચે ઉતરતા જોઈ શકાય છે. વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે જો તેમની પાસે સમય હોત તો તે ભારતમાં વધુ સમય રોકાયા હોત. મળતી માહિતી મુજબ દિલ્હીમાં રોકાણ દરમિયાન બ્લિંકને મસાલા ચાનો સ્વાદ પણ ચાખ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું કે તેણે મસાલા ચાની ફ્લેવર સાથે ભારતની પ્રતિભાશાળી મહિલાઓ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો:Vijaypriya Nithyananda At UN: નિત્યાનંદની શિષ્યા વિજયપ્રિયા કેમ છે હેડલાઇન્સમાં, જાણો કારણ

કર્મચારીઓનો આભાર માન્યો:તેમણે કહ્યું કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું છે. આ સાથે તેમણે મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હીના કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમે અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છો. તેણે કેટલાક રાજ્યોમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસના સ્ટાફનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે તમારી મહેનત માટે હું તમારા બધાનો આભારી છું.

આ પણ વાંચો:Presidential Candidate Nikki Haley : પાકિસ્તાન અને ચીનને વિદેશી સહાય આપવા અંગે નિક્કી હેલીનું મોટું નિવેદન

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્થન: ક્વાડ બેઠક બાદ બ્લિંકને કહ્યું હતું કે ભારત-પ્રશાંત ક્ષેત્ર ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સમગ્ર ક્ષેત્રમાં અમારી ભાગીદારી પહેલાની જેમ જ વ્યાપક અને ઊંડી છે. તેમણે કહ્યું કે આ ભાગીદારી ક્વાડ અને અન્ય માધ્યમો દ્વારા ચાલુ રહેશે. ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી આજની બેઠક મુક્ત અને ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્થન આપે છે.

ABOUT THE AUTHOR

...view details