- વડાપ્રધાને 'ટીમ ઈન્ડિયા-રિસ્પોન્ડિંગ એડવર્સીટી વિથ અચીવમેન્ટ' નામનો લેખ લખ્યો
- અન્ય યોજનાઓની જેમ રસીકરણ અભિયાનમાં 'VIP સંસ્કૃતિ' નથી : વડાપ્રધાન
- રસીકરણ અભિયાન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ પ્રયાસ રહ્યો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે ભારતના કોરોના રસીકરણ અભિયાનને (Corona Vaccine Doses ) 'ચિંતાથી આશ્વાસન' સુધીની સફર ગણાવી હતી, જેણે દેશને મજબૂત બનાવ્યો. તેમણે "અવિશ્વાસ અને ગભરાટ પેદા કરવાના વિવિધ પ્રયાસો" હોવા છતાં રસીઓ પરનો લોકોના વિશ્વાસને સફળતાનો શ્રેય આપ્યો છે.
રસીકરણ અભિયાનમાં 'VIP સંસ્કૃતિ' નથી
દેશમાં સંચાલિત કોરોના રસીઓના ડોઝની સંખ્યા અત્યાર સુધીમાં 100 કરોડનો આંકડો પાર કરી ગયાના એક દિવસ બાદ, વડાપ્રધાન મોદીએ એક લેખમાં જણાવ્યું હતું કે, દેશની ક્ષમતા પર ઘણી શંકા હોવા છતાં નવ મહિનામાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે અન્ય યોજનાઓની જેમ રસીકરણ અભિયાનમાં 'VIP સંસ્કૃતિ' નથી એટલે કે VIP (અતિ મહત્વપૂર્ણ વ્યક્તિ) ને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. વડાપ્રધાને ભારતીય વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને રસી બનાવીને દેશને 'આત્મનિર્ભર' બનાવવાનો શ્રેય આપ્યો છે. એમ પણ કહ્યું કે, વિવિધ જૂથો દ્વારા તેમને રસીકરણમાં પ્રાથમિકતા આપવા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ લેખ દ્વારા કહી અનેક વાત