- મહાકાલ મંદિરના વધુ એક પૂજારીનું કોરોનાને કારણે મોત
- પૂજારીનું કોરોના સંક્રમણને કારણે 10 એપ્રિલના રોજ મોત થયું હતું
- હાલ મંદિરમાં કોરોના સંક્રમણથી બચાવવા માટે 11 દિવસીય મહામૃત્યુંજય જાપ ચાલી રહ્યો છે
મધ્ય પ્રદેશ : ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ વધુ એક પૂજારીનું મોત થયું હતું. રવિવારની સવારે મહાકાલ મંદિરના પૂજારીનું મોત થયું હતું. આ પૂજારી મહાકાલ મંદિરના પૂજારી સાથે મહાકાલ ધ્વજારોણ સમારોહના અધ્યક્ષ પણ હતા. કોરોના સંક્રમિત થયા બાદ ગત 6 દિવસોથી દેવાસના અમલતાસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમનો તાવ ન ઉતરવાને કારણે શનિવારના રોજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જે બાદ રવિવારની સવારે તેમનું મોત થયું હતું. તેમનો અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે.
આ પહેલા પણ એક પૂજારીનું થયું હતું મોત
મહાકાલ મંદિરમાં પૂજારીનું કોરોના સંક્રમણને કારણે 10 એપ્રિલના રોજ મોત થયું હતું. તેમને કોરોના સંક્રમિત થયા બાદ ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં દુનિયાને કોરોના સંક્રમણથી બચાવવા માટે 11 દિવસીય મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યો છે, જ્યાં 70થી વધુ પંડિત અને પૂજારી દિવસ-રાત જાપ કરી રહ્યા છે.