કન્નુર (કેરળ): દુબઈથી કેરળ પહોંચેલા 31 વર્ષના એક યુવકને અહીંની પરિયારામ મેડિકલ કોલેજ (કન્નુર)માં મંકીપોક્સના કેસની પુષ્ટિ (Kannur monkeypox ) કરવામાં આવી છે, એમ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (Kannur DMO) એ જણાવ્યું હતું. આ યુવક, જે દુબઈથી આવ્યો હતો તોણે લક્ષણોનો અનુભવ કર્યા પછી પોતે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો."
આ પણ વાંચો:દેશમાં જોવા મળ્યો નવા વાયરસનો પ્રથમ કેસ, કોરોના કરતા પણ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે
આ દર્દી હાલમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં છે, DMOએ જણાવ્યું હતું કે, દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ (Monkeypox case in India) ગુરુવારે કેરળમાંથી નોંધાયા બાદ, એક કેન્દ્રીય ટીમને રાજ્યમાં મોકલવામાં આવી હતી. પહેલો કેસ એક મલ્યાલીનો છે, જે 12 જુલાઈના રોજ UAEથી પરત ફર્યો હતો.
આ પણ વાંચો:મંકીપોક્સનો નામના ભયાનક રોગની દસ્તક, જાણો બિમારી વિશે
નવા વાયરસનું આગમન - મંકીપોક્સ એ એક મોટો DNA વાયરસ (Monkeypox dna virus) છે. જે ઓર્થોપોક્સ વાયરસને લગતો જ રોગ છે. શીતળાના વાયરસથી વિપરીત, વેરિઓલા, જે ફક્ત મનુષ્યોને અસર કરે છે. મંકીપોક્સ વાયરસ આફ્રિકાના ભાગોમાં ઉંદરો અને અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. હાલમાં આફ્રિકાની બહાર ફેલાતા ઓછા ગંભીર વાયરસ છે. ઓર્થોપોક્સ વાઈરસ એ સ્થિર વાઈરસ છે જે વધુ પરિવર્તિત થતા નથી. જો કે, વર્તમાનમાં ફેલાવવાના કારણે, વાયરસમાં ઘણા પરિવર્તનો થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બે જુદા જુદા સ્ટ્રેન્સ ફેલાયા છે.