ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PAKISTANI DRONE: સૈન્યના જવાનોએ વધુ એક પાકિસ્તાની ડ્રોન પછાડી પાડ્યું - Border Outpost Amritsar Sector

પંજાબના અમૃતસર પાસે આવેલી અટારી બોર્ડર પાસે અનેક વખત એવા મોટા છમકલા થાય છે. જેમાં પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરીની પ્રવૃતિઓ પુરવાર થાય છે. આ વખતે સૈન્યએ પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોનને પછાડી પાડ્યું છે.

PAKISTANI DRONE: સૈન્યના જવાનોએ વધુ એક પાકિસ્તાની ડ્રોન પછાડી પાડ્યું
PAKISTANI DRONE: સૈન્યના જવાનોએ વધુ એક પાકિસ્તાની ડ્રોન પછાડી પાડ્યું

By

Published : Jun 5, 2023, 8:56 AM IST

અમૃતસર/અટારીઃજમ્મુ કાશ્મીર હોય કે પંજાબ, પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરીની પ્રવૃતિઓ અટકી નથી. કાશ્મીરમાં સમયાંતરે ત્રાસવાદીઓની ઘુસણખોરી પ્રવૃતિઓ ઉઘાડી પડે છે. જેનો સૈન્યના જવાનો જડબાતોડ જવાબ આપે છે. પંજાબમાં આવેલી અટારી બોર્ડર પાસેથી નશાની ખેપ મારતું એક ડ્રોન આવતું હોવાના ઈનપુટ સૈન્યને મળ્યા. જેના જવાબરૂપે આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.

BSF એક્શનમાંઃBSF એ અમૃતસર પાસે અટારી બોર્ડર પાસે ઉડી રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. જે નશાની ખેપ મારવા માટે આવ્યું હતું. BSF ના જણાવ્યા અનુસાર આ ડ્રોનમાંથી આશરે 3.2 કિલો હેરોઈન ડ્રગનો સ્ટોક ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય બોર્ડરનું ઉલંઘન કરી જ્યારે આ ડ્રોન ભારતની હદમાં આવ્યું ત્યારે એને તોડી પાડવામાં આવ્યું છે.

અધિકારીની વાતઃ સૈન્યના અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારની રાત્રે રતનખુર્દ બોર્ડર વિસ્તારમાં આ ડ્રોન જોવા મળ્યું હતું. એ સમયે સૈન્યની એક ટુકડી ડયૂટી પર હતી. જવાનોએ ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. એલર્ટ મળ્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ ડ્રોન પડ્યું હતું. આ ઑપરેશન પછી સૈન્યના જવાનોએ સમગ્ર બોર્ડર વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી હવે ડ્રોન મારફતે થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સૈન્યના જવાનોએ ત્રણ ડ્રોનને પછાડી દીધા છે.

PAKISTANI DRONE: સૈન્યના જવાનોએ વધુ એક પાકિસ્તાની ડ્રોન પછાડી પાડ્યું

કાયમી ઉકેલ જરૂરીઃબોર્ડરના સામા છેડેથી આવી રહેલા આ પ્રકારના ડ્રોન સામે કાયમી નીવેડો આવે એ ખૂબ જરૂરી છે. કારણ કે, ડ્રોન સિવાય પણ પાકિસ્તાન તરફથી ડ્રગની ખેપ એક યા બીજી રીતે ચાલું જ રહે છે. આ પહેલા એક વ્યક્તિને ડ્રગ્સના સ્ટોક સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જોકે, આ વખતે મળી આવેલા ડ્રોનમાંથી હેરોઈનનો સ્ટોક બરોબર પેક કરવામાં આવ્યો હતો. પહેલી નજરે જોતા કોઈ મોટું પાર્સલ હોય એવું જણાતું હતું.

  1. Drug Case: NCB અને નેવી ઇન્ટેલિજન્સ જામનગરના સંયુક્ત ઓપરેશન દ્વારા 2500 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
  2. Gandhinagar News : ડોકટર પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા મેડિકલ સ્ટોરના શટર પડ્યા, 1284 લાયસન્સ સસ્પેન્ડ
  3. Kutch Crime News : ફરી એક મહિલા 3 લાખથી વધુના ડ્રગ્સ સાથે પકડાય

ABOUT THE AUTHOR

...view details