ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત પરત ફરેલ અંજુ માટે તેના ગામના લોકોમાં રોષ, ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી - undefined

પ્રેમના પાગલપનમાં રાજસ્થાનના અલવરથી અંજુ પાકિસ્તાન પહોંચી હતી. તેણીએ પાકિસ્તાની નસરુલ્લાહ સાથે નિકાહ પઢી લીધા હતા. જો કે હવે અંજુ ભારત પરત ફરી છે. ગામવાસીઓએ તેણીને ગામમાં પગ ન મુકવા ચેતવણી આપી છે. Anju India Pakistan Gwalior Bona Vilage People Are Angry on Anju

ભારત પરત ફરેલ અંજુ માટે તેના ગામના લોકોમાં રોષ
ભારત પરત ફરેલ અંજુ માટે તેના ગામના લોકોમાં રોષ

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 3:32 PM IST

ગ્વાલિયરઃ ભારતની અંજુ ફરીથી એકવાર સમાચારોની હેડલાઈનમાં ચમકી છે. અંજુ પાકિસ્તાનથી ભારત પરત ફરી છે. બુધવારે તેણી અટારી-વાઘા સરહદેથી ભારતમાં દાખલ થઈ હતી. અંજુને બીએસએફ કેમ્પમાં રાખવામાં આવી છે. જ્યાંથી અંજુનો પ્રથમ ફોટો જાહેર થયો છે. અંજુનો પરિવાર ગ્વાલિયરમાં રહે છે. જિલ્લાના ટેકનપુરના બોના ગામમાં અંજુના પિતા ગયાપ્રસાદ થોમસ રહે છે. અંજુની ઘરવાપસીને લઈને તેના પિતા ગયાપ્રસાદે મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાની ના પાડી છે. તેઓ માત્ર એક જ વાત જણાવી રહ્યા છે કે અંજુ મારા માટે મરી પરવારી છે.

અંજુના પિતાએ સંબંધ તોડી નાખ્યોઃ અંજુના પિતાએ પોતાની દીકરી માટે ઘરના દરવાજા બંધ કરી દીધા છે. તેઓ કોઈની પણ સાથે વાત કરવા તૈયાર નથી. અંજુની ઘરવાપસીના સમાચાર આવતા જ ગામના લોકો ગયાપ્રસાદના ઘરે એકત્ર થવા લાગ્યા. ગામલોકો કહે છે કે અંજુ અમારા ગામમાં ન આવવી જોઈએ. જો તેણીના પિતા તેને ઘરમાં આશ્રય આપશે તો અમે તેના પિતાને પણ ઘરની બહાર કાઢી મુકીશું. અંજુ જો આ ગામમાં પગ મુકશે તો તેની ખેર નથી કારણ કે, અંજુએ પોતાના પરિવાર જ નહિ પરંતુ ગામ અને ભારતનું નામ બદનામ કર્યુ છે.

શું કહે છે સહપાઠી?: અંજુના ગામમાં રહેતા ધર્મેન્દ્ર ગુર્જર જણાવે છે કે અંજુ મારી સાથે અભ્યાસ કરતી હતી. અંજુની ચાલચલગત સારી નહતી. તે પહેલા પણ આવી હરકતો કરી ચૂકી છે. અંજુએ પાકિસ્તાન જઈને ભારતનું નામ બદનામ કર્યુ છે તેથી તેણીને અહીં રહેવાનો કોઈ હક નથી. અમે બધા જ દેશને પ્રેમ કરીએ છીએ અને દેશથી વધુ અમારા માટે કંઈ નથી. ગામના સરપંચ રવિ ગુર્જરનું કહેવું છે કે અંજુના માતા પિતાને અમે પહેલેથી જ અંજુને ઘરે રાખવાની મનાઈ ફરમાવી દીધી છે. જો અંજુ ગામમાં પરત ફરી તો અમે તેણીને ગામમાં પ્રવેશવા દઈશું નહીં.

અંજુના પ્રથમ લગ્નઃ ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડીમાં અંજુ પોતાના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. તે ટૂરિસ્ટ વીઝા પર પાકિસ્તાન ગઈ હતી. પાછળથી ખબર પડી કે તેણીએ પાકિસ્તાનના પખ્તૂનખામાં રહેતા નસરુલ્લાહની મુલાકાતે ગઈ હતી. નસરુલ્લાહ અને અંજુ વચ્ચે અફેર ચાલતું હતું. પાકિસ્તાન ગયા બાદ અંજુએ નરસુલ્લાહ સાથે નિકાહ પઢી લીધા હતા. અંજુ અને તેણીના નવા પતિના નિકાહના ફોટોઝ પણ જાહેર થયા હતા.

  1. રાજસ્થાનની અંજુ પાકિસ્તાનથી ભારત પરત ફરી, શું તેનો પરિવાર તેને ફરીથી સ્વીકારશે ?
  2. Lucknow News : લખનઉની એક યુવતીએ પાકિસ્તાની યુવક સાથે કર્યા લગ્ન, પછી શું થયું જાણો સંપૂર્ણ વિગત...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details