નવી દિલ્હીઃ રાજસ્થાનની રહેવાસી અંજુ પાકિસ્તાનથી પરત ફરી છે. તેણે પાકિસ્તાનમાં નસરુલ્લા નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે, જ્યારે તે પાકિસ્તાન પહોંચી ત્યારે તેણે નસરુલ્લાને તેનો મિત્ર ગણાવ્યો હતો. અંજુએ કહ્યું હતું કે તે પાકિસ્તાનની મુલાકાતે આવી હતી. અંજુ હાલ BSF કેમ્પમાં છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ અંજુને મુક્ત કરવામાં આવશે.
અંજૂના પાકિસ્તાની પતિએ શું કહ્યું ?
અંજુના પાકિસ્તાની પતિ નસરુલ્લાનું નિવેદન મીડિયામાં આવ્યું છે. તેણે દાવો કર્યો છે કે અંજુ તેના પરિવારને મળવા ગઈ છે અને ત્યાંથી પરત આવશે. નસરુલ્લા અંજુને મૂકવા માટે વાઘા બોર્ડર પણ આવ્યો હતો. થોડા દિવસો પહેલા જ્યારે નસરુલ્લાને પૂછવામાં આવ્યું કે શું તે અંજુથી છૂટકારો મેળવવા માંગે છે તો તેણે કહ્યું કે એવું નથી, જો અંજુ પાકિસ્તાનમાં રહેવા માંગે છે તો અમે તેની સાથે છીએ. એટલું જ નહીં, નસરુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું કે જો અંજુની બંને દીકરીઓ પણ ભારતથી પાકિસ્તાન આવવા માંગે છે તો તેઓ પણ આવી શકે છે.
અંજૂના પૂર્વ પતિએ કહ્યું કે...
અંજુના પરત ફરવાના સમાચાર પર તેના પહેલા પતિ અરવિંદે તીખી પ્રતિક્રિયા આપી છે. અરવિંદે મીડિયાને કહ્યું કે તેને અંજુ સાથે કોઈ લેવાદેવા નથી અને તે તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. અંજુ શા માટે ભારત પાછી આવી અને તે અહીં રહેશે કે પાકિસ્તાન પરત ફરશે તે હજુ સ્પષ્ટ નથી. તે જ સમયે, અંજુનું નિવેદન પણ મીડિયામાં આવ્યું હતું. અંજુએ કહ્યું હતું કે તે તેની પુત્રીઓને ખૂબ જ યાદ કરે છે, તેથી તે તેમને જોવા માટે ભારત જશે. તમને જણાવી દઈએ કે અંજુના પાકિસ્તાન પહોંચવાના સમાચારથી તેના પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા.
અંજુના પૂર્વ પતિ અરવિંદે જણાવ્યું કે તે જયપુર આવવાના નામે ઘરની બહાર નીકળી હતી, પરંતુ અચાનક તેને માહિતી મળી કે તે પાકિસ્તાન પહોંચી ગઈ છે. જે બાદ અંજુએ કહ્યું કે તે તેના મિત્ર નસરુલ્લાને મળવા આવી હતી. થોડા દિવસો બાદ નસરુલ્લાહ અને અંજુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બંનેની સગાઈ બતાવવામાં આવી હતી. બંનેએ લગ્ન પણ કરી લીધા. અંજુએ લગ્ન બાદ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું હતું.
અંજુ રાજસ્થાનના ભિવડીમાં રહેતી હતી. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. અરવિંદ પણ ત્યાં કામ કરતો હતો. બંનેએ લવ મેરેજ કર્યા હતા. તેમને બે દીકરીઓ છે.
- રાજસ્થાનના ચાકસૂના આ ધારાસભ્યને કોર્ટે સંભળાવી 1 વર્ષની સજા, શું છે સમગ્ર મામલો જાણો...
- ઉમર ખાલિદની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 10 જાન્યુઆરીએ સુનાવણી કરશે