ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indore News: છઠ્ઠા માળેથી ફેંકીને શ્વાનની હત્યા, પોલીસે નોંધ્યો ગુનો - પશુ ક્રૂરતા અધિનિયમ

ઈન્દોરમાં એક મુંગા પ્રાણી શ્વાનને છઠ્ઠા માળેથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. પીપલ્સ ફોર એનિમલ્સના પિંશુ જૈને પોલીસને માહિતી આપી હતી કે રોયલ અમર ગ્રીન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડીને એક શ્વાન મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

છઠ્ઠા માળેથી ફેંકીને શ્વાનની હત્યા,
છઠ્ઠા માળેથી ફેંકીને શ્વાનની હત્યા,

By

Published : Jan 27, 2023, 4:51 PM IST

ઈન્દોર(મધ્યપ્રદેશ): પ્રાણીઓ પર ક્રૂરતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે ઈન્દોરમાં વધુ એક મુંગા પ્રાણી પર અત્યાચારની ઘટના સામે આવી છે. લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્વાનને છઠ્ઠા માળેથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

કૂતરાને છઠ્ઠા માળેથી ફેંકી હત્યા:સમગ્ર મામલો ઈન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ વિસ્તારમાં એક શ્વાનને છઠ્ઠા માળેથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસે અજાણ્યા લોકો સામે પશુ ક્રૂરતા અધિનિયમ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Vadodara News : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રાણીઓ માટે ખાસ સુવિધા

શ્વાનની હત્યા મામલે નોંધાયો ગુનો:પીપલ ફોર એનિમલ્સના પિંશુ જૈન અને અન્ય દ્વારા લસુડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી કે રોયલ અમર ગ્રીન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી એક શ્વાન પડી જવાથી મૃત્યુ પામ્યો હતો. જે મામલે પીપલ ફોર એનિમલ્સના કાર્યકરોએ ફરિયાદ કરી હતી. જેને ધ્યાનમાં લઈને હાલ લસુડિયા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:કસાઈઓની ક્રૂરતા, શ્વાનને ફાંસી આપતો વીડિયો વાયરલ કર્યો

પ્રાણીઓ પર ક્રૂરતાના કિસ્સા:તમને જણાવી દઈએ કે ઈન્દોરમાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ભૂતકાળમાં, એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારની એક વસાહતમાં, કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવતા શ્વાન પર કાર ચડાવી દીધી હતી. જેમાં માસૂમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવકોએ હંસને બેરહેમીથી માર માર્યો હતો, આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભોપાલમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે, હકીકતમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજધાની ભોપાલથી પ્રાણીઓ પર ક્રૂરતાનો એક કિસ્સો પણ સામે આવ્યો હતો, જેમાં એક યુવક કૂતરાને મોટા તળાવમાં ફેંકતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:એડવોકેટે SMCને ફટકારી લીગલ નોટિસ, પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details