ઈન્દોર: માનવતાને શરમાવે એવો, એક કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી(Animal cruelty cases in Indore) સામે આવ્યો છે. અહીં પોલીસે રખડતા શ્વાનના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ (Petrol on Dog private Part in Indore) છાંટવા બદલ 2 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, 2 લોકો કૂતરાઓના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ છાંટીને હેરાન કરતા હતા. આ ક્રૂરતાના કૃત્યને કારણે શ્વાન અસહ્ય દર્દથી પીડાતા હતા.
શ્વાનના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ છાંટીને ખુશ થતા આરોપી - ઈન્દોરમાં પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર
ઈન્દોરમાં પ્રાણીઓ પર (Animals abuse in Indore) ક્રૂરતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. પીપલ ફોર એનિમલ્સ ઓફ ઈન્દોરના (People for Animals of Indore) કાર્યકર્તાઓની ફરિયાદ પર 2 લોકો (Case against 2 persons in Indore) વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ રખડતા શ્વાનના પ્રાઈવેટ પાર્ટમાં (Petrol on Dog private Part in Indore) પેટ્રોલ છાંટીને હેરાન કરતા હતા.
2 વ્યક્તિઓ સામે કેસ: અધિકારીએ કહ્યું કે "જૌરા કમ્પાઉન્ડ વિસ્તારમાં, ડેરીના 2 કર્મચારીઓ કથિત રીતે શ્વાનના ગુપ્તાંગ પર પેટ્રોલ છાંટીને રખડતા શ્વાનને ત્રાસ આપતા હતા. આ કેસમાં, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પીપલ ફોર એનિમલ્સ સંસ્થાના (People for Animals of Indore) ઈન્દોર યુનિટના પ્રમુખ, પ્રિયાંશુ જૈને મંગળવારે રાત્રે સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે 2 વ્યક્તિઓ (Case against 2 persons in Indore) સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીઓ મજા લેતાઃપ્રિયાંશુ જૈનને જણાવ્યું હતું કે, આરોપીઓ શ્વાનને પીડાતા જોઈને ખૂબ ખુશ થયા હતા. તેઓ તેમના આનંદ માટે શ્વાનને સખત પીડા આપતા હતા. પ્રિયાંશુ જૈને કહ્યું કે 'આ ઘટના ખૂબ જ શરમજનક છે, આ કેસમાં આરોપીઓને કડક સજા મળવી જોઈએ'. ઈન્દોરમાં પણ આવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ આગળ કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું.